News of Friday, 6th February 2026
જામકંડોરણામાં નવનિર્મિત નંદાલય હવેલીનું ભુમિપૂજન

૭૫ લાખનું ભૂમિદાન તથા ૫૧ લાખનું રોકડ દાન નોંધાયું : (મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણાઃ મદન મોહન મોટી હવેલી જામનગરના વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ શ્રી વલ્લભરાયજી મહોદયશ્રીના પાવન સાનિઘ્યમાં ગોકુલધામ ખાતે નવનિર્મિત નંદાલય હવેલીનો ભુમિપૂજનનો કાર્યક્રમ શ્રી વલ્લભરાયજી મહોદયશ્રીની ઉપસ્થિતિમાં તેમજ ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા પરિવારના મુખ્ય અતિથિ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે વૈષ્ણવ સમાજથી આપશ્રીના સામૈયા કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા પરિવારની ઉપસ્થિતિમાં મંગલ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા પરિવાર, તેમજપ્રદેશ ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક તેમજ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી અને વચનામળત, મહાપ્રસાદનો અનેરો લ્હાવો લીધો હતો આ ભૂમિ પૂજન સમયે આ હવેલીના નિર્માણ માટે જયેશભાઈ રાદડીયા પરિવાર તરફથી ૭૫ લાખનું ભુમિદાન આપવામાં આવ્યું તેમજ આ હવેલીના નિર્માણ કાર્ય માટે દાનની સરવાણી વહેતી થતાં માત્ર એક કલાકમાંજ દાતાશ્રીઓ તરફથી કુલ ૫૧ લાખનું રોકડ દાન નોંધાયું હતું આ તકે નવનિયુક્ત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક તથા નવનિયુક્ત રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાનું જયેશભાઈ રાદડીયાએ સન્માન કર્યુ હતું
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
