<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

જસદણનો પટારી ઉદ્યોગ, મહિલાઓ માટે રોજગારી અને સન્‍માનનું માધ્‍યમ બન્‍યો

રાજ્‍યની સરકાર દ્વારા જબરજસ્‍ત પ્રોત્‍સાહન અનિતાબેન રૂપારેલિયા

(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણ તા.૬: જસદણ અને આસપાસના વિસ્‍તારોમાં મીનાકારી ઉદ્યોગ હવે મહિલાઓ માટે સ્‍વરોજગાર અને આર્થિક સશક્‍તીકરણનું મજબૂત માધ્‍યમ બન્‍યો છે.

આ કારીગરી દેશ તેમજ વિદેશમાં લોકપ્રિય છે. આ મહિલાઓ મીનાકારી ઉદ્યોગ હેઠળ જ્‍વેલરી બોક્‍સ, ગિફટ બોક્‍સ અને મંદિરોની પૂજા પ્‍લેટો બનાવી રહી છે.

અનેક મહિલાને હવે ઘરની જ નજીક નિયમિત અને સન્‍માનજનક વેતન મળી રહ્યું છે.

આ પંથકમાં લગભગ ૨૫૦ એકમો છે, જેમાં લગભગ ૫૦ ટકા મહિલાઓ કામ કરે છે. આ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે ૨૫૦ કરોડ રૂપિયા છે, જેમાંથી અંદાજે ૫૦ કરોડ રૂપિયાની નિકાસ થાય છે.

આ અંગે રાજકોટ જિલ્‍લા ભાજપના મહિલા પ્રમુખ અનિતાબેન રૂપારેલિયાએ જણાવ્‍યું હતું કે મીનાકારી ઉદ્યોગને પણ સરકાર તરફથી લોન સ્‍વરૂપે આર્થિક ટેકો પણ મળી રહ્યો છે. આ ઉપરાંત સમયાંતરે કારીગરોને તાલીમ પણ આપવામાં આવે છે.

આત્‍મનિર્ભર બની રહેલી મહિલાઓ બાળકોનાં શિક્ષણ, આરોગ્‍ય અને ઘરખર્ચમાં પણ યોગદાન આપી રહી છે, જેનાથી પરિવાર અને સમાજમાં તેમનું સન્‍માન પણ વધ્‍યું છે.

(10:53 AM IST)