તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
અલંગના સ્ક્રેપના વેપારીએ મસ્જિદમાં ગળેફાંસો ખાધો
વેપારની બાકી રકમ સમયસર ન મળતા આર્થિક સંકડામણઃ પોલીસે સુસાઈડ નોટ કબજે કરી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૬ :.. ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં આવેલા યુસુફભાગમાં રહેતા અને અલંગમાં સ્ક્રેપનો વ્યવસાય કરતા મુસ્તુભાઈ આહમદભાઈ જાકા ઉં. વ .૫૦એ જમનાકુંડ વિસ્તારમાં આવેલી મસ્જિદમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
બનાવ ની જાણ થતા અન્ય વેપારીઓ અને સમાજના આગેવાનો દોડી આવ્યા હતા.
વેપારીએ મસ્જિદમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. મળનાર ધંધામાં ઉધાર આપેલા માલની સમયસર ઉઘરાણી ન થતા આર્થિક સંકડામણ અનુભવતા હોવાનું સામે આવ્યું છે. પુત્રએ જણાવ્યું છે કે, જે લોકો પાસેથી પૈસા લેવાના નીકળતા હતા તેઓના નામ સુસાઈડ નોટમાં છે. પોલીસે સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે આ અંગે મળતકના પુત્ર જુનેદભાઈએ જણાવ્યુ હતુ કે, મારા પિતાએ જમનાકુંડ પાસે આવેલ મસ્જિદમાં સુસાઈડ કર્યું છે. મને આ બનાવની મારા સબંધી દ્વારા જાણ કરવામાં આવેલી હતી. અને મારા પિતા સ્ક્રેપનો ધંધો કરતા હતા. છેલ્લા ૩ વર્ષથી મારા પિતાને પૈસા કોઈ દેતું ન હતું અને કોઈ ફોનમાં જવાબ આપતું ન હતું. એટલે મારા પિતાએ સુસાઈડ કર્યું છે, અને મારા પિતા સુસાઈડ નોટ પણ લખતા ગયા છે. જેની જેની પાસે પૈસા લેવાના છે. રકમ બોવ મોટી છે. આ રકમ લખતા ગયા છે. ત્યારે પોલીસ પાસે મારી માંગણી છે કે અમને ન્યાય આપે.જ્યારે આ સ્ક્રેપ વેપારી આત્મહત્યાના બનાવ અંગે સીટી ડીવાયએસપી આર.આર.સિંઘાલ જણાવેલ કે આ બનાવમાં હાલ એ.ડી દાખલ કરવામાં આવશે અને મળતક એ લખેલી સુસાઈડ નોટ પોલીસ દ્વારા કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવશે
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
