News of Friday, 6th February 2026
જામનગરમાં મધરાતે બેફામ વાહનો ચલાવી ૨૪ યુવાનોએ દેકારો બોલાવ્યો!
પરમ દિ' રાત્રિની ઘટનાઃ ટોળકીનો વિડીઓ વાયરલ થતા પોલીસ તુર્ત એકશનમાં આવી તમામને શોધી કાઢયા એક રિક્ષા, બૂલેટ, સ્કુટર સહિત ૧૩ વાહનો કબ્જેઃ પાંચ ટાબરીયા સામેલઃ હવે આવુ કૃત્ય નહી કરે તેવી તમામની કબૂલાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૬, જામનગરમાં પરમદિવસની મોડી રાત્રે બેફામ ડ્રાઇવિંગ કરતી ધૂમ ગેંગ સક્રીય થઇ હોવાનું ચિત્ર ઉપસ્યું હતું, અને રાત્રે ૧ વાગ્યા પછી કેટલાક શખ્સો ટુ-વ્હીલર પર બેફામ ડ્રાઇવિંગ કરતા તથા દેકારો બોલાવતા વિવિધ રસ્તાઓ પરથી પસાર થયા હતા, અને શહેરીજનોને ભયમાં મૂકાયા હતાં.
પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ, હવાઇ ચોક વગેરે વિસ્તારોમાંથી સંખ્યાબંધ ટુ-વ્હીલર પર નીકળેલી ટોળકી ચિચિયારી પાડતો અને બેફામ ડ્રાઇવિંગ કરી ને સ્પીડ બ્રેકર પણ ઠેકાડતા હોય તે પ્રકારના વિડીયો શહેર ભરમાં વાયરલ થયો હતો, જેની પોલીસ તંત્રએ તુરતજ નોંધ લીધી હતી.
સૌપ્રથમ જામનગર પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટ્રલ (નેત્રમ) ની ટીમ હરકતમાં આવી ગઈ હતી, અને પીએસઆઇ બી.બી. સિંગલ અને તેઓની ટીમ દ્વારા બેડીગેઇટ થી લઈને હવાઈ ચોક સુધીના અલગ અલગ સીસીટીવી કેમેરાઓના ફૂટેજ મેળવ્યા હતા, અને તેમાંથી પસાર થનારા વાહન ચાલકોના નંબરો તથા વાહનોની ઓળખ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો.
જે અંગેના ફૂટેજ અને વાહનો ના નંબર સાથેની તમામ વિગતો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધી હતી.
જે તમામ વિગતો એકત્ર કરીને સમગ્ર ગેંગ ને પકડવા માટે સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન. એ. ચાવડા અને તેઓની ટીમ પણ હરકતમાં આવી ગઈ હતી, અને સીસીટીવી કેમેરામાં દેખાયેલા તમામ વાહનોને શોધી કાઢવા માટે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરી ના સમયગાળામાજ સમગ્ર ટોળકીને શોધી કાઢી પોલીસ મથકે બોલાવી લેવામાં આવ્યા હતા.
પોલીસની તપાસ દરમિયાન ૩ ટાબરીયા સહિત ૧૩ વ્યક્તિ વાહન ચલાવતા હતા, જ્યારે બે ટાબરીયા સહિત ૧૩ શખ્સો વાહનની પાછળ બેઠેલા હતા, અને પોલીસ દ્વારા કુલ પાંચ ટાબરિયા સહિત ૨૪ વ્યક્તિની ઓળખ કરી લેવામાં આવી હતી. વાહનોની તપાસ દરમિયાન એક ઓટો રીક્ષા, ઉપરાંત બે મોટરસાયકલ, એક બુલેટ મોટરસાયકલ, તેમજ એકટીવા સ્કૂટર અને એક્સેસ સ્કૂટર સહિત કુલ ૧૩ વાહનો પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવ્યા હતા અને સિટી એ. ડિવિઝન પોલીસ મથકે જમા કરાવી દેવાયા છે.
પોલીસે બેફામ ગતીએ વાહન ચલાવનારા રિયાઝ અનવરભાઈ ગંઢાર, મોઇન રફીકભાઈ સમા, નાસીર અયુબ કકલ, જાકિર હુસેન ગજીયા, આફતાબ અમિનભાઈ સુમરાઝ, રિયાઝ ફિરોજભાઈ સમા, શહેજાદ તલ્હારભાઈ સુધાધૂનિયા, ઝાકીર હુસેન રજાકભાઈ સંઘાર, નવાજ હનીફ ભાઈ જામ અને સમીર અલી ભાઈ સંઘાર નામના વાહન ચાલકો તેમજ ત્રણ કાયદાથી સંકર્ષિત કિશોરોને શોધી કાઢી પોલીસ મથકે બોલાવી લીધા હતા.
સાથો સાથ તેઓની બાઇક ની પાછળની સીટમાં બેઠેલા શાહનવાજ ઈસ્માઈલભાઈ ચમડીયા, મીરા સીફાન ઇરફાનભાઇ, શબ્બીર હુસેનભાઇ સન્ના, નવાજ હુસેન ચૌહાણ, મોઈન ગનીભાઈ ચમડિયા, સબીર હારૂનભાઇ જખરા, સમીર અબ્દુલભાઈ કકકલ, આરબ તેમજ આલ્ફાજ અલતાફભાઈ ખફી વગેરેને પોલીસ મથકે બોલાવી લીધા હતા, તેઓને તમામને ફરી આવું નહીં કરવા સમજ આપી હતી. જે તમામે આવું કળત્ય નહીં કરવા કબુલાત પણ આપી હતી,
આમ સોશિયલ મીડિયામાં ધૂમ સ્ટાઇલમાં બાઈક ચલાવનાર ટોળકીને સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ની પોલીસ ટીમે નેત્રમની ટીમની મદદથી ગણતરીના કલાકોમાં તમામને શોધી કાઢયા છે, અને બોધપાઠ પણ આપ્યો છે.
પોલીસ અધિક્ષક ડો. રવી હોન તથા ઇન્ચાજ પોલીસ અધીક્ષક પ્રતીભા તથા નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ અને. ઝાલાની સુચના મુજબ .
જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર ની અલગ અલગ ટીમો બનાવી જે સ્ટંટ કરનાર ઇસમોને તાત્કાલીક શોધી કાઢવા સુચના કરતા જે અન્વયે સર્વેલન્સ સ્કોડ ની અલગ અલગ ટીમો તથા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ તથા કમાન્ડ કન્ટ્રોલ ટીમની મદદથી તથા હ્યુમન સોર્સ ની મદદથી મોટર પો.સબ.ઇન્સ. બી.બી.સીંગલ શોધી તેઓ દ્વારા જે મોટર સાયકલ થી સ્ટંટ સાયકલ થી સ્ટંટ બાજી કરનાર કરેલ તે મોટર સાયકલો ડીટેન કરી ઘોરણસર કાર્યવાહી કરેલ છે.
મોટર સાયકલ ચલાવનાર (૧) રીયાઝ અનવરભાઈ ગંઢાર રહે, વાઘેર વાડો મસ્જીદ પાસે (૨)મોઇન રફિક સમા રહે. ગુલાબનગર હુસેની ચોક (૩)નાસીર અયુબ કકલ રહે. વાઘેર વાડો મછી પીઠ પાસે (૪)જાકિર હુશેન મુબારકભાઇ ગજીયા રહે. વાઘેર વાડો માતમ પાસેઁ (૫) આફતાબ અમિનભાઇ સુમરા રહે.ગુલાબનગર અખાડાચોક ટાળીયા હનુમાન મંદિર પાસે (૬) રીયાઝ ફીરોજભાઈ સમા રહે. સનસીટી - ૨ પહેલી ગલી (૭) સેજાદ તલ્હારભાઈ સુઘાગુનીયા સુમરા રહે. ગુલાબનગર નવનાલા ઉતરતા કાદરી ચોક પાસે (૮) જાકીરહુશેન રજાકભાઇ સંઘાર રહે. બેડી એકડેએક બાપુ દરગાહ વિસ્તાર (૯) નવાજ હનીફભાઇ જામ રહે. વાઘેર વાડો મચ્છીપીઠ (૧૦) સમીર અલીભાઇ સંઘાર રહે. સૈનીક સ્કુલ બાલાચાડી (૧૧) કાયદીથી સર્ધીષત કિશોર - ૩ મોટર સાયકલ પાછળ બેસનાર (૧૨) શાહનવાઝ ઇસ્માઇલભાઇ ચમડીયા રહે, અંબર ચોકડી જુના રેલ્વે સ્ટેશન પાસે (૧૩) મીરા સિફાન ઇરફાનભાઇ રહે. ગુલાબનગર હુશેની ચોક શેરી નંબર. ૧ (૧૪) શબ્બીર હુશેનભાઇ સન્ના રહે. જોડીયા ભુંગા ગુલાબશાહ ની દરગાહ પાસે (૧૫) નવાઝ હુશેન ચૌહાણ રહે. બેડીશ્વર પોલીસ ચોકીની બાજુમા (૧૬) મોઇન ગનીભાઇ ચમડીયા રહે. અંબર ચોકડી જુના રેલ્વે સ્ટેશન પાસે (૧૭) સફીર હારૂનભાઈ જખરા રહે. વાઘેર વાડો (૧૮) સમીર અબ્દુલભાઇ કકલ રહે. વાઘેર વાડો ઉપલી ફળી (૧૯) રેહાન ઉર્ફે રેવડી બોદુભાઇ આરબ રહે. ગુલાબનગર ગુરૂકળપા પાન પાસે (૨૦) અલ્ફાજ અલ્તાફભાઇ ખફી રહે. મહાપ્રભુજી બેઠક પાસે જામનગર
કાયદાથી સઘર્ષીત કિશોર -
૨ ડીટેન કરેલ વાહનો
(૧) બગમેન રજી નંબર ઞ્થ્૧બ્ચ્ઞ્ત્૧૦૦ (૨) એકટીવા રજી નંબર ઞ્થ્૧૦ ઝજ્ ૦૭૨૭ (૩) સ્પ્લેન્ડર રજી નંબર ઞ્થ્૧૦ ઝ લ્લ્૭૫૦ (૪) એકટીવા રજી નંબર ઞ્થ્૧૦ઝગ્૮૦૪૪ (૫) બુલેટ રજી નંબર ઞ્થ્૧૧૦ઘ્ન્૯૦૧૭ (૬) સ્પ્લેન્ડર રજી નંબર ઞ્થ્૧૦ઘ્થ્૭૭૯૨ (૭) એકસેસ રજી નંબર ઞ્થ્૧૦ચ્ઞ્૫૯૯૨ (૮) એકટીવા રજી નંબર ઞ્થ્૧૦ચ્થ્૪૪૪૮ (૯) રિક્ષા રજી નંબર ઞ્થ્૧૦વ્ષ્૨૭૨૨ (૧૦) એકસેસ રજી નંબર ઞ્થ્૧૦ઝઝ૦૯૦૦ (૧૧) સ્પ્લેન્ડર રજી નંબર ઞ્થ્૧૦ઝઞ્૦૭૭૫ (૧૨) બગમેન રજી નંબર ઞ્થ્૧૦ચ્જ્૫૨૯૨ (૧૩) એકસેસ રજી નંબર ઞ્થ્૧૦ચ્ખ્૦૦૭૩ છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
