તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
ગોકુલધામ, નાર ખાતે અષ્ટમ પાટોત્સવ અને ૨૪ મો સમૂહ લગ્ન

વાંકાનેર : સ્વામિનારાયણ ગોકુલધામ,નાર ખાતે અષ્ટમ પાટોત્સવ અને ૨૪ મો સમૂહ લગ્ન સમારંભ યોજાયો. આ પ્રસંગે દિવ્યાંગ તથા માતા-પિતા વિહોણી ૫૧ દીકરીઓના સમૂહ લગ્ન સંપન્ન થયા, આત્મનિર્ભરતા હેતુથી ૨૫ વિધવા તથા ત્યક્તા બહેનોને સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું. ગોકુલધામ દ્વારા અત્યાર સુધીમાં ૨૩ સમૂહ લગ્ન દ્વારા કુલ ૬૮૪ દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
ગુરુવર્ય મોહનસ્વામી, ૫.પૂ. નૌતમ સ્વામી, ૫.પૂ. સંતવલ્લભદાસ સ્વામી, ૫.પૂ. હરિપ્રકાશદાસજી સ્વામી, પ.પૂ. શુકદેવપ્રસાદદારાજી સ્વામી, ૫.પૂ. હરિકેશવદાસજી સ્વામી સહિત સંતમહાત્માઆ તથા ં હરિભક્તોએ હાજરી આપી હતી. રાજ્યના મંત્રી રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ તેમજ સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલે નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
