<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

વડોદ પ્રાથમિક શાળામાં ચાવડા ભાવિકના જન્‍મદિવસની અલગ ઉજવણી

 

આટકોટઃ   વડોદ તાલુકા શાળામાં ચાવડા ભાવિક નરેશભાઈ ધોરણ.૧ માં અભ્‍યાસ કરે છે.. તેના જન્‍મદિવસ નિમિતે નરેશભાઈ ચાવડા દ્વારા  શાળાના ૩૨૦ બાળકોને શેક્ષણિક કીટ આપી અને શાળાના તમામ શિક્ષકોને પેન આપી એક અલગ અંદાજથી જન્‍મદિવસની ઉજવણી કરવામાં આવી..પ્રેરણાત્‍મક આ કાર્ય દ્વારા તમામ વાલીઓને એક સંદેશ આપવામાં આવ્‍યો કે બાળકોના જન્‍મદિવસ ની ઉજવણી શાહી રીતે કરવા કરતાં આ રીતે શાળામાં બાળકોને શિક્ષણમાં મદદરૂપ થઇ ને પણ ઉજવી શકાય છે..

(11:52 AM IST)