તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 6th February 2026
દ્વારકામાં પૂ.મોરારી બાપૂની ૯૭૨મી રામકથાનો પ્રારંભઃ શારદાપીઠના શંકરાચાર્યજીની ઉપસ્થિતિ

(વિનુભાઈ સોમાણી) દ્વારકાઃ દ્વારકા યાત્રાધામ ખાતે લાંબા સમય બાદ પૂ.મોરારી બાપૂની રામકથાનો સર્કિટ હાઉસ પાછળના વિશાળ પટાંગણમાં થયો છે. જામનગરના ડેન્ટીસ્ટ પૂર્ણિમાબેન જેઠવાના યજમાનપદે શરૂ થયેલી રામકથાનો સમય દરરોજ સવારે ૧૦ થી ૧:૩૦ વાગ્યા સુધીનો રહેશે. કથા પ્રારંભ પૂર્વે ભવ્ય પોથીયાત્રા નિકળેલ જેમાં બહોળી સંખ્યામાં રામભકતો જોડાયા હતા. શારદામઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી, ચાંપરડાના સંત મુકતાનંદજી બાપુ, સનાતન સેવા મંડલના કેશવાનંદજી મહારાજ, શારદામઠના બ્રહમચારી નારાયણાનંદજી સહિત સંતો મહંતો, જામનગરના મનોરથી ડો.પૂર્ણિમમાબેન જેઠવાની ઉપસ્થિતિમાં શરૂ થયેલ રામકથામાં દ્વારકા સહિત રાજય તથા દેશના ભિન્ન પ્રાંતોમાંથી બહોળી સંખ્યામાં ભાવિક ભકતો ઉપસ્થિત રહી શ્રી રામકથાના દિવ્ય રસપાનનો લાભ સતત સાત દિવસ સુધી લેશે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
