તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Friday, 6th February 2026
ખંભાળીયાની ઘી નદીમાંથી ગંદકી સાફ કરવા માંગ

ખંભાળીયા તા. ૬ :.. ખંભાળીયાનું નાક ગણાતી ઘી નદી કે જે નદી ઐતિહાસિક ઘટના દત્તાણી કુટુંબના દેવસ્થાન રૂડી લાખી માતાજી સાથે જોડાયેલ છે. આ નદીમાં હાલ ગાંડીવેલનું સામ્રાજય હોય આ બાબતે પાલિકા ચીફ ઓફીસર રાહુલ કરમૂર દ્વારા યોગ્ય થવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હાલ આ નદીમાં અનેક સ્થળે ગંદા પાણી આવતા હોય તથા ગંદકી ઠલવાતી હોય.
આ પાણી દુષીત અને કાળા રંગનું થઇ જતાં નજીકના કુવા બોટમાં તેની અસર થતાં ગંદુ અને દુર્ગંધવાળું પાણી આવતું હોય તથા નજીકનાં પંખીઓ પણ આ દુર્ષીત પાણીની અવાર-નવાર મૃત્યુ પામરતા હોય ઘી નદીમાં ગાંડીવેલ સાથે કયો કચરો ગંદકી પણ સાફ થાય તથા અગાઉ જેમ આ નદીમાં પાણી એવું જ રહેતુ અને છેક ચોમાસા સુધી ચાલતું તથા અનેક નજીકના ગરીબ પરિવારો માટે ન્હાવા અને કપડા ધોવાનું સ્થાન બનતું તેવી વ્યવસ્થા પણ જરૂરી છે.
આ નદીમાં અનેક સ્થળે મોટા ઝાડ પડી ગયા હોય તે ઝાડની મોટી ડાળીઓ કયાંક મોટા થડ પણ આ ઘી નદીમાં પડયા છે તો ગંદકીથી ત્યાં બાજુમાંથી નીકળતા વ્યકિત પણ પરેશાન થઇ જાય તેવું હોય ગાંડી વેલની સાથે આ બાબતે પણ યોગ્ય થાય તેવી લોકોમાં માંગ ઉઠી છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
