News of Friday, 6th February 2026
દ્વારકા નજીક વરવાળા ટી.બી. સેનેટોરીયમ સંકુલમાં એલોપેથી સારવાર કેન્દ્રનો શંકરાચાર્ય હસ્તે શુભારંભ : પૂ. મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતિ

(વિનુભાઇ સામાણી) દ્વારકા : દ્વારકા નજીકના વરવાળા ગામે આવેલ ટી.બી. સેનેટોરીયમ સંકુલમાં સંસ્થાના પ્રમુખ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજની ઉપસ્થિતિમાં આધુનિક સુવિધાથી નિર્મિત એલોપેથી સારવાર કેન્દ્રનો શંકરાચાર્ય હસ્તે શુભારંભ કરાયો હતો. ઓખા મંડળના જરૂરિયાતમંદ દર્દીઓને વૈદકીય સારવાર મળી રહે તે માટે અહીં આયુર્વેદ ઉપચાર કેન્દ્ર વિભાગ લાંબા સમયથી કાર્યરત છે. હાલમાં એલોપેથી સારવાર મળી રહે તે માટે આધુનિક સુવિધા સોથના નવા સંકેલનાં નિર્માણ બાદ પૂ. શંકરાચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં એલોપેથી સારવાર કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવેલ. આ પ્રસંગે પ્રસિદ્ધ રામ કથાકાર પૂ. મોરારી બાપુએ પણ ઉપસ્થિત રહી ટ્રસ્ટીગણ અને આમંત્રિત મહેમાનોને શુભેચ્છા પાઠવી હતી. આ હોસ્પિટલમાં દ્વારકા સીવીલ હોસ્પિટલના પૂર્વ મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. વિપુલ ચંદારાણા પૂર્ણ સમયની સેવા આપશે. એલોપેથી સેન્ટર સોમવારથી શુક્રવાર દરમ્યાન સવારે ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેનો લાભ ઓખા મંડળની જરૂરીયાતમંદ જનતાને મળશે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
