<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

પોરબંદરના નૃત્‍ય કલાગુરૂઓનું નવરંગ તથા મહાનગરપાલિકા દ્વારા સન્‍માન

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૬, શહેરી વિકાસ વર્ષ-ર૦રપ અંતર્ગત નવરંગ સાહિત્‍ય સંગીત કલા પ્રતિષ્‍ઠા તથા પોરબંદર મહાનગરપાલીકાના સંયુકત ઉપક્રમે ‘‘નૃત્‍ય કલા'' ને સ્‍ટેજ આપવા માટે આંગિકમ ડાન્‍સ ફેસ્‍ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરનાં તમામ નૃત્‍ય કલા ગુરૂઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

નૃત્‍યના આ કાર્યક્રમમાં પોરબંદરના ૧૧ જેટલા કલાગુરૂઓના માર્ગદર્શન હેઠળ ૧પ૦ જેટલા નવોદિત કલાકારોએ કલાસિકલ, સેમિકલાસિકલ, ફોક, વેસ્‍ટર્ન, ગરબા, નૃત્‍ય નાટીકા વગેરે ભારતના તમામ પ્રકારના લોકો નૃત્‍યોને એક સ્‍ટેજ ઉપર રજુ કર્યા હતાં.

આ કાર્યક્રમમાં સુરભી કલાવૃંદના ક્રિષ્‍નાબેન રાણીગા, કલોઝોન એકેડમીના વિજય ઠકકરાર, તાંડવ નર્તન ઇન્‍સ્‍ટિટયૂટના દીર્ધા ઝાલા, નૂપર ડાન્‍સ કલાસીસના કાશ્‍મિરાબેન સંધવી, ડીએકસપ્‍લોરર ડાન્‍સ એકેડમીના ભાવિન સીંધવ, ડાન્‍સ માસ્‍ટર એકેડમીના ભાર્ગવ વાળા, લાસ્‍ય તાંડવ એકેડમીના હર્ષા માંડલીયા, ઉત્‍સવ ડાન્‍સ એકેડમીના ચાંદની પંડયા, લીરાબાઇ ગરબા ગૃપના સંતોકબેન વિંઝૂડા, નવદુર્ગા ગૃપના નયનાબેન ચાવડા, સરગમ પર્ફોમિંગ આર્ટના તેજલબેન મારૂં આ તમામ કલા ગુરૂઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા નવરંગ સાહિત્‍ય સંગીત કલા પ્રતિષ્‍ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણિયા, સેક્રેટરી ડો. સ્‍નેહલ જોશી, સંયોજક પરેશકુમાર પુરૂષવાણી, દુષ્‍યંત પરમાર ડો. નમ્રતા સામાણી અને નવરંગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી, કાર્યક્રમનું સંચાલન કિશન દાવડા અને શુભમ સામાણીએ કર્યુ હતું.

(1:36 PM IST)