News of Friday, 6th February 2026
જામનગરમાં પોણા બે લાખનો દારૂ સાથે ઝડપાયોઃ મહિલા ફરાર

જામનગર તા.૬: ખોડીયાર કોલોની રાજ ચેમ્બર પાછળ ગીરધરનગર એપાર્ટમેન્ટ માથી મજકુર યુવરાજસિંહ કનુભા ચુડાસમા જાતે ગીરા ધંધો ડ્રાઇવિંગ બ્લોક નં-બી રૂમ નં-૩ જામનગર વાળાના કબ્જામાથી નાની મોટી બોટલ નંગ-૩૫૪ કિ.રૂ.૧,૭૨,૬૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧,,૭૭,૬૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી કાર્યવાહી કરેલ છે.આ દારૂનો જથ્થો પોતે રીટાબેન રહે.જામનગર વાળા સાથે મળી વેચાણ કરતો હોવાનુ જણાવેલ છે
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, અરજણભાઇ કોડીયાતર, હિતેન્દ્રસિંહ જાડેજા, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુમિતભાઇ શીયાર, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઇ વિરડા, ભયપાલસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, ધમેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
