<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

સાવરકુંડલામાં બાળકોને ઓરી અને રૂબેલા રોગ નિવારણ માટે રસીકરણ

 સાવરકુંડલા : શહેરમાં આરોગ્‍ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્‍ય સંસ્‍થાઓ ખાતે ઓરી, ખસરા અને રૂબેલા રોગ નિવારણ માટે રસીકરણ અભિયાન યોજવામાં આવ્‍યું હતું. આ અભિયાન અંતર્ગત બાળકોને એમ.આર. અને એમ.એમ.આર. રસી આપવામાં આવી હતી. રસીકરણ દરમિયાન આરોગ્‍ય કર્મચારી ફિમેલ હેલ્‍થ વર્કર આરતીબેન દ્વારા બાળકોના માતા, પિતાને ઓરી રોગના લક્ષણો તેના જોખમો તથા રસીકરણના મહત્‍વ અંગે યોગ્‍ય માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. જેસર રોડ, ખાદી કાર્યાલય વિસ્‍તારના આશાવર્કર વહીદાબેને તમામ વાલીઓને ઘરે ઘરે જઈને અપીલ કરી હતીકે બાળકો રસીથી વંચિત રહી ગયા હોય તેઓને નજીકની આંગણવાડી, આરોગ્‍ય કેન્‍દ્ર અને હોસ્‍પીટલમાં લઈ જઈ રસીકરણ કરાવવું, જેથી ઓરી જેવા ગંભીર અને ચેપી રોગથી બાળકોને સુરક્ષિત રાખી શકાય. સાવરકુંડલામાં રસીકરણ કાર્યક્રમ ખાદી કાર્યાલય ખાતે આવેલ આંગણવાડી કોર્ડ નંબર ૨૭૦ કેશવધામ રસિકરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડી અધિકારી દક્ષાબેન ભટ્ટ અને મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ હેલ્‍પર મીરાબેન દેવમુરારી, આરોગ્‍ય કર્મચારીઓ, આશા વર્કર તથા આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(1:47 PM IST)