<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

વેરાવળ બાયપાસ રોડ પર મુરલીધર કોમ્‍પ્‍લેક્‍સમાં ૪૦ દુકાનો ખાખ થતા દુકાનદારોને કરોડોનું નુકસાન

વેરાવળ, તા.૬: વેરાવળ-જૂનાગઢ બાયપાસ રોડ પર આવેલા મુરલીધર કોમ્‍પ્‍લેક્‍સમાં લાગેલી ભીષણ આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કોમ્‍પ્‍લેક્‍સની અંદાજે ૪૦ જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ જેના કારણે સ્‍થાનિક વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે.

ગ્રાઉન્‍ડ ફ્‌લોર પર આવેલી એક ડીઝલ પંપ સર્વિસની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આ આગે આખા કોમ્‍પ્‍લેક્‍સને પોતાની લપેટમાં આ આગે આખા કોમ્‍પ્‍લેક્‍સને પોતાની લપેટમાં લઈ લીધું હતું.

આગ એટલી વિકરાળ હતી કે કોમ્‍પ્‍લેક્‍સમાં પાર્ક કરેલી ૪ મોટરસાયકલ અને ૧ કાર પણ બળીને રાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ બે વાહનો સાથે ઘટનાસ્‍થળે પહોંચી હતી.

આગની ગંભીરતાને જોતા આસપાસની ઇન્‍ડસ્‍ટ્રીઝમાંથી પણ મદદ લેવામાં આવી હતી. કુલ પાંચ ફાયર ફાઈટરની ટીમોએ સતતકલાક સુધી પાણીનો મારો ચલાવીને મહામુસીબતે આગ પર કાબૂ મેળવ્‍યો હતો.

આ ઘટનામાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે મુરલીધર કોમ્‍પ્‍લેક્‍સ પાસે ફાયર NOC નહોતું. ફાયર ઓફિસર રવિરાજસિંહ ચાવડાના જણાવ્‍યા અનુસાર, અગાઉ પણ આ બાબતે કોમ્‍પ્‍લેક્‍સને નોટિસ આપવામાં આવી હતી આગની ઘટના બાદ કલેક્‍ટર, ડેપ્‍યુટી કલેક્‍ટર, મામલતદાર અને પોલીસનો કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો.

કલેક્‍ટરે આ મામલે ગંભીર નોંધ લેતા નગરપાલિકા અને ફાયર વિભાગ પાસેથી વિગતવાર અહેવાલ માંગ્‍યો છે. રિપોર્ટ આવ્‍યા બાદ બેદરકારી દાખવનાર જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળે છે.

(1:53 PM IST)