<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

પોરબંદરની કેમીકલ્‍સ ફેકટરીમાં પડી જવાથી કામદારનું મોત

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૬: સૌરાષ્‍ટ્ર કેમીકલ્‍સ ફેકટરીમાં કામ કરતા જિતેશ છગનભાઇ મહેતા (ઉ. ૪પ) રે. કડીયા પ્‍લોટ વાળાનું પડી જવાથી ગંભીર ઇજા બાદ મૃત્‍યુ થયું હતું.

મરણ ગયેલ જિતેશને અકસ્‍માતે પડી જતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી અને વધુ સારવાર માટે જામનગર જી. જી. હોસ્‍પિટલમાં ખસેડાયેલ જયાં તેનું સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું. કમલાબાગ પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ. ડી. એમ. ભોળા વધુ તપાસ કરેલ છે

(1:53 PM IST)