<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

રાજકોટના મોરબી રોડ વિસ્તારમાં વિદેશી યુવાને અચાનક આખો રોડ બાનમાં લેતા અફરાતફરી

રસ્તા પર બૂમો પાડતા યુવાનને જોઈ સ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યૂલન્સ બોલાવી અને પોલીસને જાણ કરી, પરંતુ પોલીસને જોઈ યુવાન ભાગી ગયો

રાજકોટના મોરબી રોડ વિસ્તારમાં વિદેશી યુવાને અચાનક આખો રોડ બાનમાં લેતા અફરાતફરી મચી ગઈ હતી, લોહી લુહાણ હાલતમાં રસ્તા પર બૂમો પાડતા યુવાનને જોઈ સ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યૂલન્સ બોલાવી અને પોલીસને જાણ કરી, પરંતુ પોલીસને જોઈ યુવાન ત્યાંથી નાસી છૂટ્યો હતો 

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી રોડ પર અનેક આફ્રિકન દેશોના યુવાનો અભ્યાસ અર્થે આવે છે, કેટલાક વિદેશી લોકોએ અગાઉ પણ બખેડો કર્યો હતો,  

(4:37 PM IST)