News of Saturday, 7th February 2026
કચ્છના ભોરારા ગામે કેનાલમાં ડૂબતાં બે સગીરોના મોત
ટયૂશન બાદ ફરવા ગયા અને ડૂબ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭: મુન્દ્રા તા.ના ભોરારા ગામ પાસે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે સગીર બાળકોના મોતના બનાવે સમગ્ર પંથકમાં અરેરાટી સર્જી છે.
બારોઇ (મુન્દ્રા)માં રહેતા ૧૭ વર્ષીય સાગર અશોક પાંડે અને ૧૭ વર્ષીય અપૂર્વ દેવેન્દ્ર ગઢવી નામના બંને સગીરો ટયુશન ગયા બાદ નર્મદા કેનાલ ઉપર ફરવા આવ્યા હતા. તેઓ ટયુશનથી લાંબો સમય થયો ઘેર ન પહોંચતા પરિવારજનોએ આદરેલી પૂછપરછમાં કેનાલ ઉપર ફરવા ગયા હોવાનું જાણવા મળ્યું હતું. એટલે પોલીસે ભુજ ફાયર ફાઈટર ટીમને જાણ કરી એમની મદદથી શોધખોળ આદરતા બંને હતભાગી સગીર બાળકોના મળતદેહ મળી આવ્યા હતા. આ કરૂણ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફરી વળી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
