News of Saturday, 7th February 2026
પત્ની સાથે માથાકૂટ કરતા યુવકને ધોકા મારી પતાવી દીધો...
બગસરાના મોટા મુંજીયાસર ગામની સીમમાં નિર્મમ હત્યા : આરોપી ફરાર,પરિણીતાને સારવારમાં અમરેલી ખસેડાઈ

( સમીર વિરાણી દ્વારા) બગસરા તા.૭: તાલુકાના મોટા મુંજીયાસર ગામે ગુરૂવારના રોજ રાત્રિના સમયે પત્ની સાથે માથાકૂટ કરતા એક યુવકને અન્ય યુવકે લાકડાના ધોકા અને સીમેન્ટનો ચૂલો મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. માથાકૂટ દરમિયાન પત્ની આડી ઉતરતા તેને પણ ઈજાઓ થતા તેને અમરેલી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ જતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
કિશોરભાઈ મનજીભાઈ પટોળીયાની વાડીએ મજૂરીકામ કરતા રમણ વાલકા કટારા મૂળ ગામ સુખપર તા.ફતેપુરા અને તેની પત્ની સીતા મજૂરીકામ કરતા હતા તેમની સાથે સીતાના આગલા ઘરનો દિકરો પણ સાથે કામ કરતો હતો. રમણ અને તેની પત્ની સીતા વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો ચાલતો હતો. જેથી આ માથાકૂટ દરમિયાન સુરેશ મછાર વચ્ચે પડતા ઝઘડો વધુ તિવ્ર બન્યો હતો. અચાનક જ ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા સુરેશ મછારે લાકડાના ફટકા મારી અને સિમેન્ટનો ચૂલો માથામાં ફટકારી દેતા રમણનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. હત્યા કર્યા બાદ સુરેશ મછાર નાસી ગયો હતો. પોલીસ પણ દોડી ગઈ હતી અને મળતકનો કબજા લઈ લાશને પોસ્ટમાર્ટમ માટે બગસરા સરકારી દવાખાને ખસેડી હતી. આમ, મોટા મુંજીયાસર ગામે હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. (૪૦.૧૩)
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
