<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

આદિવાસી વિસ્‍તારોમાં વર્ષોથી પાકા રસ્‍તાઓ, પુલ બનાવવાની માંગણીઓ છતાં ભાજપ સરકાર કામ મંજૂર નથી કરતીઃ અમિત ચાવડા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૭:  ગુજરાતમાં જન આક્રોશ યાત્રાના  આજે ૩જા  ફેજના ૫માં દિવસે દક્ષિણ ગુજરાતના ચાલી રહેલ  યાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ઉચ્‍છલ થી પ્રસ્‍થાન કરીને, સોનગઢ, વ્‍યારા, કાનપૂરા, બેડચીત, ડોલવણ, વલવાડા, કરચેલીયા, મહુવા, અને બારડોલી પહોંચી હતી. જન આક્રોશ યાત્રાના દક્ષિણ ગુજરાતમાં પાંચમાં  દિવસે તાપી અને સુરત જિલ્લામાં ઠેર ઠેર ઉમળકાભેર આદિવાસી સંસ્‍કળતિના તાલે નળત્‍ય કરીને બધાએ દિલના ઉમળકાથી યાત્રાનું સ્‍વાગત કર્યું હતું  અને યાત્રાને સ્‍થાનિક લોકોએ સમર્થન કર્યું હતું.  લોકોએ યાત્રામાં આવીને અનેક પ્રશ્‍નો રજૂ કર્યા હતા. લોકોએ રજૂઆત કરી તે પ્રમાણે રોજગારી માટે યુવાનો મજૂરી કરવા અન્‍ય જીલ્લામાં જવા મજબૂર થયા,હોસ્‍પિટલમાં ડોક્‍ટર અને સ્‍ટાફની અછત,શિક્ષણની સુવિધાઓનો અભાવ,નદિમાં પૂર આવવાથી ખેડુતોના પાકને નુકસાન,રસ્‍તાઓની હાલત ખરાબ હોવાથી શાળા અને હોસ્‍પિટલ સુધી પહોંચવામાં મુશ્‍કેલી, વરસાદ આધારિત ખેતી વધારે હોવાથી ઉનાળામાં પાણીની તંગી જેવી સમસ્‍યાઓની રજૂઆત કરી હતી. જન આક્રોશ યાત્રામાં લોકો સાથે ચર્ચા અને સંવાદ કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રસ્‍તાઓની ખરાબ હાલત,  શાળા અને હોસ્‍પિટલ સુધી પહોંચવામાં પડતી મુશ્‍કેલી, વરસાદ આધારિત ખેતીમાં  ઉનાળામાં પાણીની તંગી અને  સિંચાઈ સુવિધાઓના અભાવ, આદિવાસી સમાજ પાસેથી જળ, જંગલ અને જમીન છીનવી લેવાના આક્ષેપ સાથે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.

 અમિત ચાવડાએ આગામી ચુંટણીને અનુલક્ષીને આત્‍મ વિશ્વાસ વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે ગુજરાતમાં ઘરે ઘરે  જઈને   કોંગ્રેસ પક્ષ લોકોનો અવાજ બુલંદ કરી ૨૦૨૭માં પરિવર્તન લાવવાનો સંકલ્‍પ  કર્યો છે.રાજ્‍યની જનતા મોંઘવારી, ભ્રષ્ટાચાર,બેરોજગારી, શિક્ષણ અને આરોગ્‍ય જેવી મૂળભૂત સમસ્‍યાઓથી પરેશાન છે અને હવે બદલાવ ઈચ્‍છે છે. લોકો સાથે સીધો સંવાદ સાધીને તેમની વેદના અને અપેક્ષાઓને સમજી,જનતાનો અવાજને મજબૂત કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજની સમસ્‍યાઓ મુદ્દે તેમણે જણાવ્‍યું હતું કે આદિવાસી સમાજ પાસેથી જળ, જંગલ અને જમીન છીનવવાનો ભાજપ સરકાર પ્રયાસ કરી રહી છે, વિકાસના નામે મોટા ઉદ્યોગો, પ્રોજેક્‍ટ્‍સ માટે આદિવાસીઓની પરંપરાગત જમીન અને જંગલ પર કબજો કરવામાં આવે છે, જેના કારણે તેમના પરંપરાગત જીવન પર સીધી અસર પડે છે. વન અધિકાર કાયદા અને બંધારણીય સુરક્ષાઓનો યોગ્‍ય અમલ ન થવાથી આદિવાસી સમાજ પોતાના મૂળભૂત હકોમાંથી વંચિત થતો જાય છે. જળ, જંગલ અને જમીનથી વિમુખ થવાથી તેમની રોજગારી, સંસ્‍કળતિ અને અસ્‍તિત્‍વ પર જોખમમાં મુકાઈ રહ્યું છે.

ED, IT અને CBI જેવી તપાસ એજન્‍સીઓનો હેતુ ભ્રષ્ટાચાર સામે નિષ્‍પક્ષ અને નિર્ભય કાર્યવાહી કરવાનો છે, પરંતુ ભાજપના રાજમાં સરકારના દબાણ હેઠળ કામ કરી રહી છે. સત્તામાં બેઠેલા લોકો સામે કોઈ તપાસ થતી નથી.જ્‍યારે વિરોધ પક્ષ સામે ખોટી રીતે કાર્યવાહી થાય છે.આ પરિસ્‍થિતિથી એ સ્‍પષ્ટ થાય છે કે એજન્‍સીઓનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે થઈ રહ્યો છે.

દિવસે દિવસે વધતી મોંઘવારીને ટાંકીને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ સરકાર  પર આક્ષેપ કર્યા હતા  કે ભાજપની કહેવાતી ડબલ એન્‍જિનની સરકારમાં એક એન્‍જિન મોંઘવારી વધારવાનું કામ કરી રહ્યું છે જ્‍યારે બીજું એન્‍જિન ભ્રષ્ટચાર કરી રહ્યું છે. આવશ્‍યક ચીજવસ્‍તુઓના ભાવ સતત વધી રહ્યા હોવાથી સામાન્‍ય માણસનું જીવન મુશ્‍કેલ બન્‍યું છે, તો બીજી તરફ વિકાસ યોજનાઓમાં ભ્રષ્ટાચારના કારણે જનતા ભાજપના શાસનથી ત્રસ્‍ત છે. પરિણામે ડબલ એન્‍જિનના નામે સુશાસન આપવાનો ભાજપના દાવાઓ ખોખલા સાબિત થઈ રહ્યા છે અને જનતા પર આર્થિક તથા નૈતિક બોજ વધતો જઈ રહ્યો છે.

આજે યાત્રાના ૫માં દિવસે  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહ પ્રભારી બી વી શ્રીનિવાસ જી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી જી,  ગુજરાત યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ પ્રવીણ વણોલ, ગુજરાત આદિવાસી વિભાગના પ્રમુખ રાજેન્‍દ્ર પારઘી જી , પૂર્વ ધારાસભ્‍ય પુનાજી ગામીત,  સુનિલભાઈ ગામીત, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી વૈભવ ગામીત, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા સિધાર્થ ચૌધરી સહિત જીલ્લા/તાલુકાના પદાધિકારી  અને મોટી સંખ્‍યામાં કાર્યકરો હાજર રહ્યા હતા

(11:28 AM IST)