તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Saturday, 7th February 2026
વઢવાણના મેમકા ગામે ખનન ઝડપાયુ
ભોગાવો નદીમાંથી બે હોડકા મશીન સહિતનો ૬ લાખનો મુદામાલ કબ્જે

વઢવાણ, તા. ૭: તાલુકાના મેમકા ગામની સીમમાં ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર ખનન ઝડપાયું છે. વઢવાણ પોલીસે બે હોડકા મશીન સહિત રૂ.૬ લાખનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાંથી પસાર થતી ભોગાવો નદીમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી સહિતની ખનિજ સંપત્તિનું ખનન કરવામાં આવતું હોવાની અનેક વખત ફરિયાદો ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ વઢવાણ પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને જેમાં બાતમીના આધારે મેમકા ગામની સીમમાંથી પસાર થતી ભોગાવો નદીમાં રેઇડ કરી સ્થળ પરથી ગેરકાયદેસર ખનનમાં ઉપયોગમાં લેવાતા બે હોડકા મશીન સહિત અંદાજે ૦૬ લાખથી વધુનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ અંગે ખાણ ખનિજ વિભાગને જાણ કરતા સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
