News of Saturday, 7th February 2026
પોરબંદર જિલ્લામાં અર્જુનભાઇ મોઢવાડીયાની ગ્રાન્ટમાંથી પર્યાવરણ જતન-જળસંચયના કામો હાથ ધરાશે
જિલ્લાને હરીયાળો બનાવવા માટે વધુને વધુ વૃક્ષો વાવવાના આયોજન અંગે બેઠક મળી

પોરબંદર, તા.,૭; જિલ્લાને હરિયાળો બનાવવાના ઉમદા હેતુ સાથે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં અર્જુનભાઇ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પ૦ લાખના ખર્ચે પર્યાવરણ અને જળસંચયના કામો માટે ખર્ચ કરાશે તેવી જાહેર કરાયું હતું.
વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કુદરતે પળથ્વી પર એક અદભૂત ચક્ર બનાવ્યું છે જેમાં આપણો કચરો વળક્ષોનો ખોરાક બને છે અને તેના બદલામાં વળક્ષો આપણને અમૂલ્ય ઓક્સિજન આપે છે. હાલના સમયમાં ગ્લોબલ ર્વોમિંગ અને ક્લાઈમેટ ચેન્જના જે પડકારો ઉભા થયા છે, તેના ઉકેલ માટે વડાપ્રધાનશ્રીના ‘એક પેડ મા કે નામ' અભિયાનમાં જોડાવા તેમણે સૌને આહવાન કર્યું હતું.
માત્ર વળક્ષારોપણ જ નહીં પણ તેના ઉછેર અને જાળવણી પર પણ ભાર મૂકવો જોઈએ, જેના માટે આગામી ત્રણ વર્ષ સુધી રોપાઓની ખાસ માવજત કરવામાં આવશે. જળ સંચયના મહત્વને સમજાવતા તેમણે જણાવ્યું કે ૨૧મી ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ઊંડા કરવામાં આવશે. ગામના પાદર અને રસ્તાઓની આસપાસ મહત્તમ વળક્ષારોપણ કરવા સરપંચોને અપીલ કરતા તેમણે જણાવ્યું કે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી અંદાજે ૫૦ લાખ રૂપિયા જેટલી રકમ પર્યાવરણ અને જળ સંચયના કામો પાછળ ખર્ચવામાં આવશે, જેથી આવનારી પેઢીને હરિયાળું અને સુરક્ષિત ભવિષ્ય આપી શકાય.
પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે વળક્ષો માત્ર કુદરતી સંતુલન જ નથી જાળવતા, પરંતુ તે ખેડૂતો માટે પૂરક આવકનું મજબૂત સાધન પણ બની શકે છે. ખાસ કરીને નાળિયેરીના વાવેતરને સોનુ ગણાવતા તેમણે ખેડૂતોને અનુરોધ કર્યો કે, જો પોતાની વાડીના શેઢે ૨૦-૨૦ ફૂટના અંતરે નાળિયેરી વાવવામાં આવે, તો મુખ્ય પાકને નુકસાન પહોંચાડ્યા વગર વર્ષે અંદાજે ૧૫ લાખ રૂપિયા સુધીની વધારાની આવક મેળવી શકાય છે.
ગ્રીન પોરબંદરના મુખ્ય આયોજક શ્રી રામદેભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગ્રીન પોરબંદર અભિયાન હવે વટવળક્ષ બની રહ્યું છે. શરૂઆતમાં માત્ર ૨ થી ૪ હજાર વળક્ષોનો લક્ષ્યાંક હતો, પરંતુ દાતાઓના સહયોગથી અત્યાર સુધીમાં ૯,૦૦૦ વળક્ષો વવાઈ ચૂકયા છે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
