<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

રંગપર બેલા પાસે વાહન અકસ્‍માતમાં ઓરિસ્‍સાના યુવાનનું મોતઃ મિત્ર ગંભીર

ગાડી ખાલી કરી બંને મિત્રો નાસ્‍તો કરવા જતા હતાં ત્‍યારે કુતરૂ આડે આવી જતાં બાઇક સ્‍લીપ થયું

રાજકોટ તા. ૭: મોરબી તાબેના રંગપર બેલા ગામ નજીક વાહન અકસ્‍માતમાં બે યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. જેમાં એકનું મોત થયું છે, બીજો યુવાન ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

જાણવા મળ્‍યા મુજબ મોરબીના રંગપર બેલા નજીક મોડી રાતે અકસ્‍માત સર્જાયો હતો. જેમાં આશરે ૩૨ થી ૩૪ વર્ષના બે યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ મારફત સારવાર માટે મોરબી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ ખસેડાયા હતાં. જેમાંથી એક યુવાનનું મોત થયું છે. બીજો સારવાર હેઠળ છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં મોરબી તાલુકા પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્‍યા મુજબ બંને બાઇક પર બેસી નાસ્‍તો કરવા જતાં હતાં ત્‍યારે કોઇ ઢોર આડુ આવતાં વાહન સ્‍લીપ થઇ ગયું હતું. મૃતક યુવાન ઓરીસ્‍સાનો હોવાનું અને ઇજાગ્રસ્‍ત મધ્‍યપ્રદેશનો હોવાનું ખુલ્‍યું છે. મોરબી તાલુકા પોલીસના કહેવા મુજબ મૃતકનું નામ મનોજ ઉર્ફ તકધાર કૃપાભાઇ માજી (ઉ.વ.૨૪-ઓરીસ્‍સા) છે. ઇજાગ્રસ્‍તનું નામ પવન ઉર્ફ પીન્‍ટુ  હરીચરણ પુરબીયા (ઉ.વ.૩૨-રહે. એમપી) છે

(11:45 AM IST)