<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

લગ્નમાંથી પરત આવતી વખતે રૂપાવટીના પરિવારને અકસ્‍માત નડયોઃ ૪ને ઇજા

કુવાડવાના જીવાપર પાસે બોલેરોએ બાઇકને ઉલાળી દીધું

રાજકોટ તા. ૭: વાંકાનેરના રૂપાવટી ગામ નજીક બાઇકને બોલેરોએ ઉલાળી દેતાં રૂપાવટીના દંપતિ અને બે પુત્રીને ઇજાઓ થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ રૂપાવટી રહેતાં અશોકભાઇ જેશાભાઇ બાવરીયા (ઉ.વ.૪૦) ગઇકાલે પોતાના સાળાના ઘરે લગ્નમાં હાજરી આપવા ચોટીલાના ચીરોડા ગામે ગયા હતાં. ત્‍યાંથી વિંછીયા જાનમાં ગયા હતાં. ત્‍યાંથી પરત પોતાના ગામે આવી રહ્યા હતાં એ વખતે જીવાપરના પૂલ પાસે બોલેરોએ બાઇકને ઉલાળી દેતાં અશોકભાઇ, પાછળ બેઠેલા તેના પત્‍નિ મંજુબેન (ઉ.વ.૩૫), દિકરીઓ શિલ્‍પા અને પ્રિયંકાને ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. અશોકભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે.

(1:46 PM IST)