News of Saturday, 7th February 2026
વેરાવળઃ એક માસ સુધી ખનીજનું બિનઅધિકળત વહન કરતા વાહન ન છોડવાનો નિયમ
જાન્યુઆરી-૨૬ અંતિતના એક વર્ષમાં કુલ-૪૩૮ કેસ કરીને કુલ રકમ રૂ.૩૯૩.૯૮ લાખની વસૂલાત કરવામાં આવી

વેરાવળ, તા.૭: ગીર સોમનાથ ખાણ ખનીજ વિભાગે જિલ્લામાં જાન્યુઆરી-૨૦૨૬ માસમાં કુલ-૫૫ વાહનો ખનીજના બિનઅધિકળત વહન સબબ જપ્ત કર્યા છે.
રાજ્યભરમાં ખનિજનું ગેરકાયદે વહન કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવા નિર્ણય લેવાયો છે, તે અંતર્ગત. ખનીજ ચોરો પર લગામ કસવા રાજ્ય સરકાર દ્વારા ગત માસથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં ખનીજ ચોરીમાં વાહન ઝડપાય તો એક મહિના સુધી તે છૂટી નહીં શકે તેમજ ત્રણ વખત ઝડપાશે તો વાહન રાજ્ય સરકાર હસ્તક લેવાનો નિર્ણય લેવાયો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે વિવિધ તાલુકાઓમાં પેટ્રોલિંગ તથા દરોડા પાડ્યાં હતા.જેમાં નિયમ અનુસાર ન ચાલતા વાહનો તથા ખનીજ ચોરી કરતા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ નિયમ મુજબ વાહનો એક માસ સુધી કબ્જામાં રાખવામાં આવે છે અને સરકારી કચેરીના પટાંગણ તથા પોલીસ ચોકી પાસે જપ્ત કરાયેલા વાહનોને રાખવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર કચેરી, પ્રાંત કચેરીપ્રઉના તથા વિવિધ પોલીસ સ્ટેશનના પટાંગણમાં ટ્રક, ટ્રેક્ટર,ડ્મ્પર સહિત કુલપ્ર૪૨ વાહનો રાખવામાં આવ્યા છે.
જે અંતર્ગત વર્ષ-૨૦૨૫-૨૬ ના જાન્યુઆરી-૨૬ અંતિત સુધીમાં કુલ-૪૩૮ કેસ કરીને કુલ રકમ રૂ.૩૯૩.૯૮ લાખની વસૂલાત કરવામાં આવી છે
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
