News of Saturday, 7th February 2026
ઠંડીનું મોજુ યથાવત, ગિરનાર પર ૧૦ ડિગ્રી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૭: આજે પણ ઠંડીનું મોજુ યથાવત રહેતા ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો.
છેલ્લા ત્રણ દિવસથી બપોરે મહત્તમ તાપમાન સતત વધી રહ્યું છે તો બીજી તરફ સવારે ગુલાબી ઠંડી યથાવત રહી છે. ગિરનાર પર્વત પર સવારે લઘુતમ તાપમાન ૧૦.૨ ડિગ્રી નોંધાતા પર્વતીય વિસ્તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.
જૂનાગઢમાં પણ ૧૫.૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહેતા ગુલાબી ઠંડી અનુભવાઈ હતી. જેની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ આજે પણ ૮૩% રહેતા ગુલાબી ઠંડીની અસર વધી હતી. સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ ૩ કિલોમીટર રહેતા વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
