<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

મંત્રી મોઢવાડીયાએ દ્વારકા ખાતે અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિનો પ્રારંભ કરાવ્‍યો

ખંભાળીયાઃ તા.૭,રાજ્‍યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્‍જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ દ્વારકા ખાતે અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિનો -ારંભ કરાવ્‍યો હતો તેમજ દ્વારકાધીશ મંદિર અને શારદાપીઠ દ્વારકા ખાતે દર્શન કર્યા હતા. દ્વારકાના શંકરાચાર્યજી સદાનંદ સરસ્‍વતીની જીની ઉત્‍પસ્‍થિતમાં વૈદિક સંદર્ભમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સમગ્ર ભારતના વૈદિક વિકાસનો ઉપસ્‍થિત હતા.આ તથા વૈદો વિશે સાંસ્‍કૃતકનું આયોજ થયું હતું રાજયમંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા દ્વારા દ્વારકાધીશના મંદિરના દર્શન તથા પૂજા પણ કરવામાં આવી હતી.

દ્વારકા જિલ્લાના હર્ષદ યાત્રાધામ તથા હરસિધ્‍ધી બન્નેની મુલકાત તાજેતરમાં રાજયના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ લીધી હતી. હર્ષદમાં યાત્રાધામ વિકાસ બોર્ડ, રાજય સરકારના પી.ડબલ્‍યુ.ડી. તથા પર્યટન વિભાગ દ્વારા ૧ર૧ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો થનારા હોય આ કાર્યો સંદર્ભમાં પણ વિકાસની જાણકારી મેળવી સુચનો તેમણે કર્યા હતા તથા વિવિધ વિકાસ કાર્યોના આયોજનના સ્‍થળોની પણ મુલાકાત  તેમણે લીધેલી જેમની સાથે સ્‍થાનિક અધિકારીઓ પણ જોડાયા હતા. 

(1:21 PM IST)