તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા ચાર શ્રેષ્ઠ કલા સાધકોને ‘‘કાનજીભુટા બારોટ'' એવોર્ડ
ગાયત્રી સંસ્કાર ધામમાં પૂ.રતિદાદા અને મોરારીબાપુના હસ્તે

જૂનાગઢ, તા.૭: યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત હરિબા મહિલા કોલેજ કેમ્પસ ખાતે હેલીકોપ્ટર દ્વારા સંતશ્રી પૂ. મોરારીબાપુ ની પ્રેરક ઉપસ્થિતિમાં પ.પૂ. સંતશ્રી ડો. રતિદાદા ની પ્રેરણાથી તેમજ ભારતભૂષણ મહેશભાઈ મહેતાના સતત પ્રયત્નોથી પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ(ભજનિક), ધનશ્યામભાઈ લખાણી(લોક સાહિત્યકાર), ગોપાલભાઈ બારોટ(લોક સાહિત્યકાર)ને કાનજી ભુટા બારોટ એવોર્ડ ૨૦૨૬ તેમજ આ વર્ષથી શરુ કરેલ મરણોત્તર એવોર્ડ કલા ઉદઘોષક સ્વ.નટુદાદા જોષીના પરિવારને આપી સન્માનિત કરાયા હતા.
એવોર્ડ કાર્યક્રમ પહેલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, રક્ષા શક્તિ ગર્લ્સ સ્કુલ, સંસ્કળત શક્તિ ગુરુકુળ તેમજ હરિબા મહિલા કોલેજનો વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા વિવિધ કળતિઓ જેવી કે નળત્ય, દેશભક્તિ ગીત આધારિત ડમ્બેલ્સ કળતિ, ગરબા નળત્ય, પીરામીડ, સંસ્કળત ગુરુકુળના બાળકો દ્વારા સંસ્કળતગીત ઉપર નળત્ય વગેરે જેવી અનેક સાંસ્કળતિક કળતિઓ રજૂ કરવામાં આવી.
પુ.સંતશ્રી ડો. રતિદાદા,૫.પુ. સંતશ્રી મોરારીબાપુ. પુ.સતી નંદગીરી માતાજી, ભારતભૂષણ મહેશભાઈ મહેતા, લાલજીભાઈ ખુંટ, રઘુવીરગીરીબાપુ, મનુભાઈ બારોટ,ભક્તિરામબાપુ રાઘવબાપુ, ઉદયબાપુ ભગત, હર્ષદબાપુ ભગત સરપંચશ્રી ઉપેન્દ્રભાઈ વાળા, નગરપાલિકા પ્રમુખ જયરાજભાઈ વાળા, પ્રકાશભાઈ કારીયા, મહેન્દ્રભાઈ સાદરાણી, જયંતિભાઈ પાનસુરીયા,શહેર પ્રમુખ જીતુભાઈ કાથરોટિયા,PSI ગઠવી અને સ્ટાફ, શૈલદાદા, યુ.કે.થી ચીમનભાઈ તેજુરા અને અવનીબેન આફ્રિકાથી હિરલબેન, બીપીનભાઈ ભરાડ અને ગાયત્રી પરિવાર પરિજનો,ભરતભાઈ ધારૈયા, રણજીતભાઈ ભગત, વનરાજભાઈ વકીલ, સ્વ જોષીદાદાનો પરિવાર સહીત અનેક મહાનુભાવો જોડાયા હતા. એવોર્ડ લેવા પધારેલ કલાસાધકોને રોકડ પુરસ્કાર રૂ.૫૧૦૦૦/- અને કાનજી બારોટ એવોર્ડ પ.પુ.રતિદાદા અને પ.પુ.મોરારીબાપુના વરદ હસ્તે આપી સન્માનિત કરાયા હતા. પાપુ દાદાએ સૌને આશીર્વચન આપ્યા અને પાપુ.બાપુની રામકથા થાય એવી વિનંતી કરેલ.
સાથે સાથે રાતે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો, જેમાં હેમંતભાઈ ચૌહાણએ આગવી શૈલીમાં ભજનો રજુ કર્યા. ઘનશ્યામભાઈ લખાણીએ જોક્સ અને લોક સાહિત્ય દ્વારા મહેફિલ જમાવી હતી. ગોપાલભાઈ બારોટના પુત્ર રાજવીર બારોટએ ગીતોની રમઝટ બોલાવી હતી.
સમગ્ર આયોજન માટે ચલાલાPSI ગઢવી સાહેબે બંદોબસ્ત ગોઠવી આપ્યો હતો. ડાયરેક્ટર શીતલબેન મહેતા સહિત ગાયત્રી એજ્યુકેશન ગ્રુપના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
