<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

મોરબીમાં સાયબર ફ્રોડ નાણા સગેવગે કોભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો.

સાયબર ફ્રોડથી મેળવેલ રકમ સગેવગે કરવા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરનાર વિરુદ્ધ સતત કાર્યવાહી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેકશન અંગે તપાસ ચલાવતા ડોક્ટર સહીત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી આરોપી ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો હતો જે કેસમાં પોલીસે વધુ એક શખ્શને  ઝડપી લીધો છે.

મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સાયબર ફ્રોડથી મેળવેલ રકમ સગેવગે કરવા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરનાર વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યું છે જેમાં મોરબીની યુનિયન બેંકમાં એક ડોક્ટરના એકાઉન્ટમાં થયેલી શંકાસ્પદ રકમની લેવડદેવડને પગલે આરોપી ડોક્ટર સુજલ સબીર ચામડીયા, તેનો મિત્ર ચિરાગ અને મનોજ વાલજીભાઈ મકવાણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમ રૂ ૨૦,૦૦૦ ના કમીશનની લાલચે બેંક એકાઉન્ટ ભાડે આપી બેંક ખાતામાં આશરે રૂ ૧૪.૫૫ લાખની રકમ જમા થઇ હતી જેમાંથી રૂ ૭.૬૦ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા
  જે મામલે પોલીસે સુજલ ચામડીયા, ચિરાગ અને મનોજ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં આરોપી સુજલ ચામડીયાને ઝડપી લેવામાં આવ્યો હતો અન્ય આરોપી અકબર ફકરૂદીન શેખ (ઉ.વ.૨૦) (રહે નાની બજાર મોરબી વાળા ) ને ઝડપી લીધો છે.

(10:12 PM IST)