News of Sunday, 8th February 2026
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ કેશોદ ખાતે નવનિર્મિત મોડલ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી
કેન્દ્રીય મંત્રીએ ફાયર સ્ટેશનની આધુનિક સુવિધાઓ અને અગ્નિશમન સાધનોનું નિરીક્ષણ કર્યું

જૂનાગઢ : કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે નવનિર્મિત અગ્નિશામનની આધુનિક સુવિધાઓ અને સાધનોથી સજ્જ મોડલ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ફાયર સ્ટેશનની આધુનિક સુવિધાઓ, અગ્નિશમન સાધનો અને કર્મચારીઓની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આપત્તિ સમયે ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવા માટે આ આધુનિક ફાયર સ્ટેશન મહત્વપૂર્ણ ભૂમિકા બની રહેશે.
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, સાવજ ડેરી ચેરમેન દિનેશભાઈ ખટારીયા સહિતના પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
