<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

રંગપર નજીક બાઈક સ્લીપ થતા એક યુવાનનું મોત, એકની હાલત ગંભીર.

રંગપર રોડ પર કુતરું આડું પડતા બાઈક સ્લીપ થતા બંને યુવાનો પડી જતા ગંભીર ઈજા પહોંચી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના રંગપર ગામ નજીક બે શ્રમિક યુવાનો બાઈકમાં મોડી રાત્રીના નાસ્તો કરવા જતા હતા ત્યારે રસ્તામાં કુતરું આડું ઉતરતા બાઈક સ્લીપ થયું હતું જેથી ગંભીર ઈજાગ્રસ્ત બંને યુવાનોને રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવારમાં એક યુવાનનું મોત થયું છે.
     બનાવની પ્રાપ્ત વિગતો મજબ મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા બે શ્રમિક યુવાનો શુક્રવારે કારખાને કામ કરતા હતા અને રાત્રીના ૯ : ૩૦ ના અરસામાં ગાડી ખાલી કર્યા બાદ બંને મિત્રો બાઈકમાં નાસ્તો કરતા જતા હતા ત્યારે રંગપર રોડ પર કુતરું આડું પડતા બાઈક સ્લીપ થતા બંને યુવાનો પડી જતા ગંભીર ઈજા પહોંચી હતી.
  ઈજાગ્રસ્ત તક્દાદ ઉર્ફે મનોજ કૃપા માજી (ઉ.વ.૨૪) રહે મૂળ ઓરિસ્સા અને પવન ઉર્ફે પીન્ટુ હરિચરણ પુરબીયા (ઉ.વ.૩૨) રહે મધ્યપ્રદેશ એમ બેને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મનોજ માજીનું મોત થયું છે તો પવન પૂરબીયા હાલ બેભાન અવસ્થામાં હોસ્પીટલમાં સારવાર હેઠળ છે મોરબી તાલુકા પોલીસ મથકના વિજયભાઈની ટીમ બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

(12:42 AM IST)