હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 8th February 2026
જૂનાગઢ ભાજપમાં આંતરિક અસંતોષ :પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોષીએ પક્ષના નેતૃત્વ સામે કાઢ્યો બળાપો
તેમણે જણાવ્યું કે ભાજપમાં હવે માત્ર લગતા-વળગતા લોકોને જ હોદ્દા આપવામાં આવે છે અને જૂનાગઢ મહાનગરની હાલત હાલમાં અત્યંત દયનીય છે

જૂનાગઢ ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે, જેમાં યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોષીએ સંગઠન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે ભાજપમાં હવે માત્ર લગતા-વળગતા લોકોને જ હોદ્દા આપવામાં આવે છે અને જૂનાગઢ મહાનગરની હાલત હાલમાં અત્યંત દયનીય છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કામ કરવાનું ગૌરવ વ્યક્ત કરવાની સાથે તેમણે ઉમેર્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં પક્ષમાં કામ કરવું હવે શક્ય નથી. તેમણે પૂર્વ પ્રમુખ પુનિત શર્મા પર જૂનાગઢને ખોદવાનું કામ કરવાનો આક્ષેપ કર્યો હતો અને વર્તમાન પ્રમુખ ગૌરવ રૂપારેલિયાને પણ સાવધાન રહેવા ચેતવણી આપી છે.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
