<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

ભાવનગરમાં પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસમાં PSI બી.કે. ગોસ્વામીને રાહત : આગોતરા જામીન મંજુર

કોન્સ્ટેબલે PSIના કથિત માનસિક ત્રાસથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપો વચ્ચે પોતાની ધરપકડ ટાળવા માટે PSIએ ભાવનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી

ભાવનગરમાં પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે સંડોવાયેલા PSI બી.કે. ગોસ્વામીને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોન્સ્ટેબલે PSIના કથિત માનસિક ત્રાસથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપો વચ્ચે, પોતાની ધરપકડ ટાળવા માટે PSIએ ભાવનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. ભાવનગર કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આખરે PSI બી.કે. ગોસ્વામીના આગોતરા જામીન મંજૂર કર્યા છે. આ મામલે પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે મૃતક કોન્સ્ટેબલના પરિવારે ઉચ્ચ અધિકારીઓના ત્રાસનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો.

(9:47 AM IST)