News of Sunday, 8th February 2026
ગિરનારમાં અતિક્રમણ અને ધાર્મિક આસ્થા સાથે થતા ચેડાં સામે સાધુ-સંતોમાં ભારે રોષ: શેરનાથ બાપુએ આપી આકરી ચેતવણી
સંતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પવિત્ર ધામોમાં થતી કોઈપણ પ્રકારની દખલગીરી સહન કરવામાં આવશે નહીં

જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર વધી રહેલા અતિક્રમણ અને ધાર્મિક આસ્થા સાથે થતા ચેડાં સામે સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગૌરક્ષ આશ્રમના મહંત શેરનાથ બાપુએ આ મામલે આકરા પ્રહાર કરતા અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી આપી છે કે, જો તાકાત હોય તો પાકિસ્તાનમાં જઈને ધજા ફરકાવો, અહીં સનાતન પરંપરા પર પ્રહાર કરનારા સાવધાન રહે.
સંતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પવિત્ર ધામોમાં થતી કોઈપણ પ્રકારની દખલગીરી સહન કરવામાં આવશે નહીં અને સનાતન ધર્મની રક્ષા માટે વકીલ સંગઠનોથી લઈને તમામ ભક્તો હવે સક્રિય થઈ રહ્યા છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
