<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

છેલ્લા સાત વર્ષથી ધ્રોલ પોલીસ સ્ટેશનના અપહરણ અને પોક્સોનાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ

બાતમીના આધારે આજીડેમ ચોકડી પાસે માલધારી સોસાયટી ખાતેથી પોતાના રહેણાકેથી આરોપી હરસુખ મકવાણાને પકડી લેવાયો

જામનગર :પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ તથા જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓ તથા I/C પોલીસ અધિક્ષક પ્રતિભા (IPS) દ્રારા વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર વી.એમ.લગારીયાનાઓના માર્ગદર્શન મુજબ એસ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી તથા I/C પોલીસ સબ ઇન્સપેક્ટર સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.

    દરમ્યાન સ્ટાફના સુરેશભાઇ ડાંગર, ગજેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, હાર્દિકભાઇ ભટ્ટ, મહિપાલભાઇ સાદિયા તથા દિવ્યરાજસિંહ જાડેજા નાઓને મળેલ બાતમી હકિકત મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૦૦૩૫/૨૦૧૯ ઇ.પી.કો.ક. ૩૭૬એ.બી,૩૫૪એ,૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ ૩૫એ, વિ. મુજબના આરોપી- હરસુખ કિશોરભાઇ મકવાણા (ઉ.વ.૩૨)( રહે. આજીડેમ ચોકડી પાસે, માલધારી સોસાયટી, રાજકોટ, મુળ રહે. જાળીયામાનસર ગામ, તા.ધ્રોલ જી. જામનગર વાળો) પોતાના રહેણાંકે હાજર હોવાની બાતમી હકીકત મળતા સદરહું જગ્યાએ તપાસ કરતા મજકુર આરોપી ત્યાં હાજર મળી આવેલ હોય આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ ધ્રોલ પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.

   આ કામગીરી એસ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન. મોરી તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, સુરેશભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઈ સાદિયા, હાર્દિકભાઈ ભટ્ટ, તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર દ્રારા કરવામાં આવેલ છે.

(4:45 PM IST)