<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

ભાવનગર શહેર ભાજપનું નવું સંગઠન માળખું જાહેર : કુણાલ શાહ દ્વારા હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂંક સાથે ટીમ ભાવનગર તૈયાર : જુઓ સંપૂર્ણ સૂચિ

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સંમતિથી ઉપપ્રમુખ, મંત્રી અને વિવિધ સેલના હોદ્દેદારોની વરણી : યુવા, મહિલા અને કિસાન મોરચા સહિતના સંગઠન પાંખમાં નવા ચહેરાઓને સ્થાન

ભાવનગર : ભારતીય જનતા પાર્ટીના ભાવનગર મહાનગરના અધ્યક્ષ કુણાલ કે. શાહ (કુમાર શાહ) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે સંગઠનાત્મક નિમણૂંકોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ભાવનગર મહાનગરના વિવિધ હોદ્દેદારો અને મોરચાના પ્રમુખ-મહામંત્રીઓની વરણી આજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.
મુખ્ય સંગઠન માળખાના હોદ્દેદારો:
મહાનગરના સંગઠનમાં ૮ ઉપપ્રમુખ, ૩ મહામંત્રી અને ૧૦ મંત્રીઓની નિમણૂંક કરાઈ છે.
 * ઉપપ્રમુખ: હરેશભાઈ દેવરાજભાઈ નાવડીયા, બળદેવસિંહ અમરસિંહ ચુડાસમા, કીર્તિબેન હિતેશભાઈ દાણીધારીયા, વિજયભાઈ ગુણવંતભાઈ મકવાણા, જાગૃતિબેન રાજેશભાઈ રાવલ, શૈલેષભાઈ વશરામભાઈ હુંબલ, શિલ્પાબેન મુકેશભાઈ દવે અને હિતેશભાઈ ધરમશીભાઈ પરમાર.
 * મહામંત્રી: નરેન્દ્રસિંહ લખુભા ગોહિલ, મુકેશભાઈ આનંદભાઈ ડાભી અને નિલેશભાઈ નરેન્દ્રભાઈ રાવલ.
 * મંત્રી: રંજનબેન રજનીકાંત પરમાર, રાજદીપસિંહ ધ્રુવદેવસિંહ જેઠવા, ઊર્મિલાબેન જીતેન્દ્રભાઈ ભાલ, અરવિંદભાઈ રાજુભાઈ રાઠોડ, રેખાબેન શંભુભાઈ બારૈયા, મનીષભાઈ તુલસીદાસ આડવાણી, ભાવનાબેન ભૂપતભાઈ ખૈરૈયા, મેરાભાઈ નાગાભાઈ કસોટીયા.
 * કોષાધ્યક્ષ તરીકે જસવંતભાઈ આર. ગાંધી અને કાર્યાલય મંત્રી તરીકે ખંધેડીયા વિવેક ધર્મશભાઈની વરણી કરાઈ છે.
વિવિધ વિભાગોના વડા:
સોશીયલ મીડિયા વિભાગમાં નચિકેતભાઈ હરેશભાઈ દવે, આઈ.ટી. વિભાગમાં પાર્થભાઈ કિરીટભાઈ વાજા અને મીડિયા વિભાગની જવાબદારી દીપકભાઈ જસવંતરાય મહેતાને સોંપવામાં આવી છે.
વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ:
 * યુવા મોરચો: પ્રમુખ તરીકે ભવદીપસિંહ નટવરસિંહ ગોહિલ તથા મહામંત્રી તરીકે વિશાલકુમાર યોગેશભાઈ જોષી અને ગોપાલ ભરતભાઈ પટેલ.
 * મહિલા મોરચો: પ્રમુખ તરીકે હીનાબેન અતુલભાઈ શાહ તથા મહામંત્રી તરીકે ઊર્મિલાબા યશવંતસિંહ રાણા અને દર્શનાબેન દીપકભાઈ દેસાઈ.
 * કિસાન મોરચો: પ્રમુખ તરીકે હર્ષદભાઈ લાલજીભાઈ સોલંકી તથા મહામંત્રી તરીકે ભરતભાઈ રાઘવભાઈ ગાંગાણી અને પથુભા નવુભા રાણા.
 * બક્ષીપંચ (ઓબીસી) મોરચો: પ્રમુખ તરીકે ભાવેશભાઈ અશોકભાઈ રબારી તથા મહામંત્રી તરીકે ભરતભાઈ માધુભાઈ દિહોરા અને અભિજિતસિંહ વિક્રમસિંહ ડોડીયા.
 * અનુસૂચિત જાતિ મોરચો: પ્રમુખ તરીકે કનુભાઈ દેહાભાઈ પરમાર તથા મહામંત્રી તરીકે ભૌતિક મનસુખભાઈ ચૌહાણ અને જયકિશન અરવિંદદાસ હાવલિયા.
 * અનુસૂચિત જન જાતિ મોરચો: પ્રમુખ તરીકે સુનિલભાઈ ભોળાભાઈ ઉંમટ તથા મહામંત્રી તરીકે યતીનભાઈ પ્રતાપભાઈ મેઘલાતર અને અમિતભાઈ દિલીપભાઈ લુણાગતર.
 * લઘુમતી મોરચો: પ્રમુખ તરીકે મહેબૂબભાઈ માંડવિયા તથા મહામંત્રી તરીકે નોમિનભાઈ અકબરઅલી ટીનવાલા અને મોમીન આરીફભાઈ હબીબભાઈની નિમણૂંક કરવામાં આવી છે.
આ નિમણૂંકોની નકલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને પ્રદેશ મહામંત્રી (સૌરાષ્ટ્ર ઝોન) અનિરૂદ્ધભાઈ દવેને રવાના કરવામાં આવી છે.

(7:51 PM IST)