<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

વાંકાનેરના દારૂના ગુનામાં ફરાર આરોપીને મોરબી LCBએ ઝડપ્યો.

ખાસ ડ્રાઈવ દરમિયાન એલ.સી.બી. ટીમે વાંકાનેર તાલુકા પોલીસ મથકના દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીને દબોચી લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ અધિક્ષક દ્વારા રાખવામાં આવેલી ખાસ ડ્રાઈવ દરમિયાન એલ.સી.બી. ટીમે વાંકાનેર તાલુકા પોલીસ મથકના દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીને દબોચી લીધો છે. પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી હુશેનભાઈ સીદીકભાઇ ખોળ (રહે. મોરબી, લાતી પ્લોટ)ને બાતમીના આધારે મોરબી જિલ્લામાંથી જ ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

(10:49 PM IST)