News of Sunday, 8th February 2026
મોરબીના સોખડા નજીક કારખાનામાં લીફ્ટ પડતા ઈજાગ્રસ્ત પૌઢનું મોત.
પીરવોન લેમિનેટ કારખાનામાં કામ કરતા હતા ત્યારે લીફ્ટ ઉપર પડતા ઈજા પહોંચી હતી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :સોખડા ગામ નજીક આવેલ કારખાનામાં કામ કરતી વખતે લીફ્ટ ઉપર પડતા ૫૨ વર્ષીય પૌઢને ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન મોત થયું હતું.
મોરબીના સોખડા ગામ નજીક પીરવોન લેમિનેટ કારખાનામાં કામ કરતા લલનભાઈ ગણેશભાઈ પ્રષાદ (ઉ.વ.૫૨) નામના પૌઢ કારખાનામાં કામ કરતા હતા ત્યારે લીફ્ટ ઉપર પડતા ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં પૌઢનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
