<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

કચ્‍છના આધોઈમાં સગીરા ઉપર ગેંગરેપઃ અપહરણ કરી ૬ નરાધમોએ સામૂહિક દુષ્‍કર્મ આચરતાં ચકચાર

માનવતાને શર્મસાર કરતા ગેંગરેપના બનાવથી લોકોમાં ફીટકાર, પોલીસે ત્રણ આરોપી ઝડપ્‍યા

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) તા.૦૯:  માનવતાને શર્મસાર કરતા એક બનાવમાં સગીરાનું અપહરણ કરી તેની ઉપર ૬ શખ્‍સોએ સામૂહિક દુષ્‍કર્મ આચરતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. ફીટકાર સર્જતો આ બનાવ પૂર્વ કચ્‍છના ભચાઉ તા.ના આધોઇ ગામે બન્‍યો છે. તા/૪/૨ ના રાત્રે ૧૧ વાગ્‍યાથી થી તા/૫/૨ ના સવારે ૪ વાગ્‍યા દરમ્‍યાન સગીરાનું બાઈક ઉપર અપહરણ કરી તેને વાડી વિસ્‍તારમાં લઈ જઈ તેના ઉપર ૬ શખ્‍સો દ્વારા દુષ્‍કર્મ આચરવામાં આવ્‍યું હતું. તેણીને તેમ જ તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ દુષ્‍કર્મ આચર્યું હતું. આ અંગે ભચાઉ તાલુકાના જડસા, લલિયાના, ચિત્રોડ એ ત્રણ ગામના ૬ આરોપીઓ કમલેશ પોપટ કોળી, આનંદ પેંગા કોળી, સવા રામજી કોળી, કરણ હરિ કોળી, દીપક રવજી કોળી, રણજીત ડાયા કોળી સામે પોક્‍સો સહિત વિવિધ કલમો તળે ગુનો નોંધાયો છે. પોલીસે ત્રણ આરોપીઓને રાઉન્‍ડ અપ કરી લીધા હોવાનું જાણવા મળે છે.

(1:16 PM IST)