News of Monday, 9th February 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો
લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા બપોરે ઉનાળા જેવી ગરમી

રાજકોટ, તા.,૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો યથાવત છે.
લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા બપોરે ઉનાળા જેવી ગરમી અનુભવાઇ છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ આજે પણ જુનાગઢ સહિતના વિસ્તારોમાં સવારે ગુલાબી ઠંડી રહી હતી. ગિરનાર પર્વત ઉપર ૧૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
છેલ્લા પાંચ દિવસથી બપોરના ગરમી શરૂ થઈ ગઈ છે રવિવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન વધીને ૩૪ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે સાંજ શરૂ થતાની સાથે ઠંડક પ્રસરી ગઈ હતી આજે સવારે ગિરનાર પર્વત પર સામાન્ય વધારા સાથે લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા ગિરનાર વિસ્તારમાં ઠંડક અનુભવાય હતી.
જૂનાગઢનું લઘુત્તમ તાપમાન વાતાવરણમાં ૭૩ ટકા ભેજ સાથે ૧૭ ડીગ્રી રહ્યું હતું. જ્યારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૬ કિલોમીટરની રહી હતી.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૭, મહતમ તાપમાન ૩૧, ભેજનું પ્રમાણ ૭૩ ટકા, પવનની ગતી ૩.૪ કિ.મી. રહી હતી.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
