<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

કાલાવડના ખિમાણી સણોસરામાં અગાશીએથી પડી જતા યુવાનનું મોત

બે દિવસની સારવાર બાદ રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૯: કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામે રહેતા યુવક અગાસીએથી પટકાતા ગંભીર ઇજા થવાથી સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્‍યા હતા. અહિ બે દિવસની સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા કાલાવડના ખીમાણી સણોસરા ગામે રહેતા અનિરૂધ્‍ધસિંહ ફતેહસિંહ જાડેજા (ઉ.વ.૪૨)ના ગત તા.૭ના ઘરની અગાસીની પાળી પાસે ઉભા હતા ત્‍યારે શરીરનું બેલેન્‍સ ન રહેતા નીચે પટકાતા પરિવારજનો દોડી ગયા હતા. યુવકને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા -થમ કાલાવડ બાદ ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કાલાવડ પોલીસને જાણ કરી હતી.

મળતક ખેતી કામ કરતા હતા, એક ભાઈ એક બહેનમાં મોટા અને અપરણિત હતા. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કાલાવડ પોલીસે કાર્યવાહી કરી હતી. 

(1:16 PM IST)