<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

જેતપુરના પીઠડીયા નજીક પ૭.૧૯ લાખનો દારૂ ભરેલું કન્‍ટેનર રૂરલ એલસીબીએ ઝડપી લીધું

વિદેશી દારૂની બોટલ ૬૯૪૮-બિયરના ટીન ૪પ૩૬ અને ટ્રક સહિત ૭૭.૭૧ લાખના મુદામાલ સાથે એકની ધરપકડ

તસ્‍વીરમાં પકડાયેલ દારૂનો જથ્‍થો, ટ્રક અને શખ્‍સ નજરે પડે છે. (તસ્‍વીરઃ કેતન ઓઝા-જેતપુર)

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૯: જેતપુરના પીઠડીયા નજીક  રૂ. ૫૭.૧૯ લાખનો  દારૂ ભરેલું કન્‍ટેનર એલસીબીએ ઝડપી લઇ એક શખ્‍સની ધરપકડ કરી હતી.

ગુજરાતમાં દારૂ બાંધી હોવા છતાં અવાર નવાર લાખો રૂપિયાનો દારૂ અન્‍ય રાજ્‍યમાંથી લાવવામાં આવે છે જેમાં પોલીસને બાતમી મળતા કયારેક પકડાય પણ જાય છે. રૂરલ એલ સી બી પી આઈ ના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ આર વી ભીમાણી, રણજીતભાઇ બોરડ, જયવીરસિંહ રાણા, અનિલભાઈ બડકોદિયા, ભગીરથસિંહ જાડેજા, પ્રહલાદસિંહ રાઠોડ, મનીષભાઈ વરુ, ભરતભાઈ ગમારા, ધર્મેન્‍દ્રભાઈ ચાવડા ને સાથે રાખી પેટોલિંગમાં નીકળેલ દરમિયાન ચોક્કસ બાતમી મળેલ કે એક ટ્રક ના કન્‍ટેનરમાં ઇંગ્‍લિશ દારૂનો જથ્‍થો રાજકોટ થી જુનાગઢ તરફ જતો હોય જે આધારે પીઠડીયા નજીક વોચ ગોઠવતા મળેલ બાતમી મુજબનો ટ્રક (કન્‍ટેનર) ત્‍યાંથી પસાર થતાં એલસીબી પોલીસે ટ્રકને સાઈડમાં રખાવી કન્‍ટેનરમાં તપાસ કરતા ઇંગ્‍લિશ દારૂનો મસ મોટો જથ્‍થો હોય ટ્રકને વીરપુર પોલીસ સ્‍ટેશન ખાતે લાવી તેમાં તપાસ કરતા જુદી જુદી બ્રાન્‍ડની ઇંગ્‍લિશ દારૂની બોટલો નંગ કુલ ૬૯૪૮ તેમજ બિયર ના ટીન ૪૫૩૬ કુલ મળી રૂ. ૫૭,૧૯,૬૮૦ નો મુદામાલ મળી આવતા એલસીબી પોલીસે ટ્રક ચાલક ધોલારામ લુંભારામ બિશ્‍નોઇ (પાલન કી બેરી, જી. બારમેડ) ને ટ્રક નં. એન એલ - ૦૧ - એ બી - ૫૬૮૩ તથા દારૂનો જથ્‍થો, મોબાઇલ, ટ્રોલિબેગ, રોકડ રૂપિયા મળી કુલ રૂ. ૭૭,૭૧,૩૮૦ ના મુદામાલ સાથે પકડી પાડી વિરપુર પોલીસ ને સોંપી દેતા વિરપુર પોલીસે ટ્રક ચાલક, દારૂ મંગાવનાર, દારૂ મોકલનાર વિરુદ્ધ ગુન્‍હો નોંધી તેને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે

(12:16 PM IST)