<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

બુધવારથી જૂનાગઢમાં ભવનાથમાં મહાશિવરાત્રી મેળો, લોખંડી બંદોબસ્‍ત

એસપી, એએસપી, ૧૦ ડીવાયએસપી , ૩૮ પીઆઇ, ૧૩૫ પીએસઆઇ સહિત ૩૫૦૦ પોલીસ ખડેપગે રહેશે

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢઃ તા. ૯:  ભવનાથ ખાતે ૧૧ ફેબ્રુઆરીથી લઘુ કુંભ કુંભ મહાશિવરાત્રીના મેળા દરમ્‍યાન રાજ્‍યભરમાંથી પોલીસની વિવિધ ટીમોનો ચાંપતો બંદોબસ્‍ત રાખવામાં આવશે. મેળાના પાંચ દિવસ દરમ્‍યાન ૧૦ ડીવાયએસપી ઉપરાંત એસઆરપીની બે, એસડીઆરએફ ની એક ટીમ, ચાર બોમ્‍બ ડિસ્‍પોઝલ કોડ સ્‍ક્‍વોડ સહિત ૩,૫૦૦ થી વધુ પોલીસ જવાનો બંદોબસ્‍ત મારે છે આ ઉપરાંત ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા ગિરનાર તળેટી વિસ્‍તારમાં બાજ નજર રખાશે.

ભવનાથ ખાતે યોજાનારા મહાશિવરાત્રી મેળો શરૂ થવાના આડે ગણતરીના કલાકો છે. જેને ધ્‍યાને રાખી આઈજી નિલેશ જાજડિયાની સૂચનાથી એસપી સુબોધ ઓડેદરા દ્વારા કાયદો વ્‍યવસ્‍થા, સુરક્ષા અને ટ્રાફિક નિયમન માટે લોખંડી બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. બુધવારે મેળવ શરૂ થાય તે પહેલા આવતીકાલથી જ રાવટી તેમજ વિવિધ પોઇન્‍ટ પર પોલીસ જવાનો ખડે પગે રખાશે.

મહાશિવરાત્રી મેળામાં રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાંથી પોલીસ કર્મીઓ બંદોબસ્‍તમાં રહેશે એક દિવસ પૂર્વે જ તમામ કર્મચારીઓને તેના ફરજ પરના ઓર્ડર આપવામાં આવશે ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી સુધી યોજનાર મહાશિવરાત્રી મેળામાં એસપી એએસપી ઉપરાંત ૧૦ ડીવાયએસપી, ૩૮ પીઆઇ, ૧૩૫ પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર, હોમગાર્ડના ૬૦૦, જીઆરડી ના ૬૫૧ અને ૧૨૫ ટ્રાફિક કર્મીઓ બંદોબસ્‍તમાં રહેશે.

જુનાગઢ શહેરના વિવિધ પોઇન્‍ટ તેમજ ભવનાથ વિસ્‍તારમાં રાવટીઓ રાખવામાં આવી છે ભવનાથ તળેટીમાં બંદોબસ્‍તમાં રહેલ પોલીસ કર્મીઓને પોતાના વાહનના બદલે અવરજવર માટે વાહન રાખવામાં આવ્‍યું છે.

થોડા દિવસો પૂર્વે જુનાગઢ જિલ્લા કોર્ટને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્‍યો હતો તેથી સાવચેતીના ભાગરૂપે બોમ્‍બે ડિસ્‍પોઝલ સ્‍ક્‍વોડની ચાર ટીમ દ્વારા રાઉન્‍ડ ધ ક્‍લોક આશ્રમ મંદિર સહિત વિવિધ વિસ્‍તારોમાં ચકાસણી કરવામાં આવશે શંકાસ્‍પદ ઈસમો પર નજર રાખવા તળેટી વિસ્‍તારમાં વોચ ટાવર ધર્મશાળા અને આશ્રમની અગાસી પર દૂરબીન તથા ડ્રોન અને સીસીટીવી કેમેરાની મદદથી મેળામાં લોકોને ગતિવિધિ પર નજર રાખવામાં આવશે નેત્રમ શાખા દ્વારા કંટ્રોલરૂમ પણ શરૂ કરાયો છે.

૧૦ ડીવાયએસપી, ૩૮ પીઆઈ, ૧૩૫ પીએસઆઇ સહિત ૩૫૦૦ પોલીસ કર્મીઓના બંદોબસ્‍ત સાથે ડ્રોન-સીસીટીવી કેમેરાથી બાજ નજર રખાશે

(12:17 PM IST)