<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

ડો.પૂ.રાજેન્‍દ્રમુનિ મ.સા.નું પદાર્પણઃ બુધવારે રાજકોટમાં પધરામણી ગોંડલ ગાદીના ગામે પ્રથમવાર

 

રાજકોટ, શ્રમણસંઘના ઉપાધ્‍યાય પૂ. પુષ્‍કરમુનિ મ.સા. ના સુશિષ્‍ય પ્રવર્તક ડૉ. પૂ. રાજેન્‍દ્રમુનિ મ.સા., પૂ. સુરેન્‍દ્રમુનિ મ.સા. દિલ્‍હી, સુરતનું ચાતુર્માસ પૂર્ણ કરી પ્રથમવાર સૌરાષ્‍ટ્રમાં અમરેલી, જુનાગઢ થઈ આજે તા. ૯ને સોમવારે વીરપૂરથી વિહાર કરી સવારે ૯ કલાકે ગોંડલ ગાદીના ગામે, નાની બજાર ખાતે પધારેલ. સકલ સંઘને દર્શનાદિનો લાભ લેવા અનુરોધ છે.

જયારે  રાજકોટ જૈન મોટા સંઘ, વિરાણી પૌષધશાળા, પેલેસ રોડ ખાતે બુધવારે પધારશે. આગામી ચાતુર્માસ ઉદયપુર (રાજસ્‍થાન) નક્કી થયેલ છે. દિલ્‍હીમાં પૂ. શ્રી. ધીરગુરુદેવના પ્રવેશ સમારોહમાં નિશ્રાપ્રદાન કરેલ.

(3:03 PM IST)