<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

ધ્રોલ-જોડિયાનો દબદબો: જામનગર જિલ્લા ભાજપમાં નવા હોદ્દેદારોની નિમણૂકથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ

ભરતભાઈ દલસાણીયા જિલ્લા ભાજપ મહામંત્રી અને મૌલીક ગોધાણી યુવા મોરચાના પ્રમુખ, નવલભાઈ મુંગરા કિસાન મોરચા પ્રમુખ જાહેર: જામનગર ભાજપનું નવું માળખું

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૯ : જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ધરખમ ફેરફારો અને નવી નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ દ્વારા જાહેર કરાયેલા નવા હોદ્દેદારોમાં ખાસ કરીને ધ્રોલ અને જોડિયા પંથકના સક્રિય નેતાઓને વિશેષ સ્થાન આપી મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

નવી નિમણૂક અનુસાર, જામનગર જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે ભરતભાઈ દલસાણીયાની વરણી કરવામાં આવી છે. પક્ષના યુવા ચહેરા અને આક્રમક કાર્યશૈલી ધરાવતા મૌલીક ગોધાણીને જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત, રાજભા જાડેજાની જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ખેડૂતલક્ષી પ્રશ્નો અને ગ્રામીણ સ્તરે સંગઠનને વેગ આપવા માટે નવલભાઈ મુંગરાને જામનગર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે, જ્યારે આશિષ પરમારને જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકેની કમાન સોંપવામાં આવી છે. સંગઠનના મંત્રી તરીકે બે સક્રિય સભ્યો રુડાભાઈ વેસરા અને મનીષાબેન દાણીઘારીયાની પસંદગી કરવામાં આવી છે.

(3:10 PM IST)