તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 10th February 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં જોરદાર ઝાકળવર્ષાઃ ગિરનાર ઉપર ૭.૬ ડીગ્રી ઠંડી
આજે સવારે વાહન વ્યવહારને અસર પડીઃ ઠંડકમાં સામાન્ય વધારો

પ્રથમ તસ્વીરમાં ટંકારા અને બીજી તસ્વીરમાં અમદાવાદ હાઇવે- ઉપર ઝાકળવર્ષા નજરે પડે છે. (તસ્વીર : જયેશ ભટ્ટાસણા (ટંકારા), ભાવેશ ભોજાણી (ગોંડલ)
રાજકોટ તા. ૧૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીમાં ઘટાડો રહ્યો હતો પરંતુ આજે વહેલી સવારે ઠંડીના ચમકારા સાથે જોરદાર ઝાકળ વર્ષા થઈ હતી
જેના કારણે વાહન વ્યવહાર ઉપર અસર પડી હતી તેમજ રસ્તાઓ ભીના થઈ ગયા હતા.
ટંકારા
(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારાઃ: મોરબી જિલ્લાના ટંકારામા ગાઢ ધુમ્મસ નુ સામ્રાજ્ય છવાયું છે.આવતી કાલે પણ અતિ તીવ્ર ઝાકળ વર્ષા થવાની આગાહી કરવામાં આવી છે.વહેલી સવારે કુદરતનો લાજવાબ મિજાજ જોવા મળ્યો હતો.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : આજે પણ સવારે સતત બીજા દિવસે જુનાગઢ અને ગિરનાર પર્વત પર ઠંડીનું પ્રમાણ વધ્યું હતું.
સોમવારે ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે પારો વધુ નીચે ઉતરીને ૭.૬ ડિગ્રીએ સ્થિર થતા સમગ્ર પર્વત વિસ્તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. ગિરનારની સાથે સાથે જુનાગઢ શહેરનું પણ લઘુતમ તાપમાન ઘટીને ૧૨.૬ ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડી અનુભવાય હતી. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૨ ટકારહેતા ધુમ્મસ છવાઈ ગયું હતું. ગઈકાલની સરખામણીએ આજે સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને ૩.૭ કિલોમીટરની રહી હતી.
ગોંડલ
ગોંડલ : રાજકોટ - અમદાવાદ નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે ઝાકળ ને લઇ ને વાહનો એ હેડ લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪.પ, મહત્તમ તાપમાન ર૯, ભેજનું પ્રમાણ ૮૬ ટકા, પવનની ગતિ ર.૬ કિ. મી. રહી હતી.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
