News of Tuesday, 10th February 2026
સુરેન્દ્રનગરના દસાડાના વાલેવડા ગામે દારૂના કેસને લઈને વિવાદમાં આવેલા પીઆઇ વાય.જી. ઉપાધ્યાયની અંતે બદલી
દારૂની બાતમી બાદ પડાયેલ દરોડા દરમિયાન ગેરવર્તનના આરોપો અને ગ્રામજનો સામે ફરજમાં રૂકાવટનો કેસ નોંધાતા મામલો ગરમાયો :ઠાકોર સમાજ દ્વારા PIની બદલીની માંગ કરાઈ હતી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે દારૂના કેસને લઈને વિવાદમાં આવેલા PI વાય.જી. ઉપાધ્યાયની અંતે બદલી કરવામાં આવી છે. દારૂની બાતમી બાદ પાડવામાં આવેલા દરોડા દરમિયાન ગેરવર્તનના આરોપો અને ત્યારબાદ ગ્રામજનો સામે ફરજમાં રૂકાવટનો કેસ નોંધાતા મામલો ગરમાયો હતો.
બીજીતરફ આ મુદ્દે ઠાકોર સમાજ દ્વારા PIની બદલીની માંગ ઉઠાવવામાં આવી હતી અને બે દિવસ પહેલા યોજાયેલા ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોરે પણ જાહેરમાં બદલીની માંગ કરી હતી. સંમેલનના માત્ર બે દિવસમાં જ વિવાદિત PIની દસાડાથી સાયલા બદલી કરવામાં આવતા સમાજ અને ગ્રામજનોમાં સંતોષ જોવા મળ્યો છે. સાથે જ ગ્રામજનો સામે દાખલ કરાયેલા ફરજ રૂકાવટના કેસ પણ પરત ખેંચવામાં આવશે તેમ જાણકારી મળી છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
