News of Tuesday, 10th February 2026
લોધીકા તાલુકાની ૪૨ પૈકી ૩૮ આંગણવાડી કેન્દ્રોને પ્રાથમિકતા
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી નવીનીકરણ ઝૂંબેશ અંતર્ગત

ખીરસરા, તા.૧૦: લોધિકા તાલુકામાં ૪૨ આંગણવાડી મકાન પેકી ૩૮ આંગણવાડી કેન્દ્રોને પ્રાથમિકતા આપી મજબુત સાથે આધુનિક બનાવાયા કલરફુલ પેઇન્ટિંગ અને શૈક્ષણિક ચિત્રો દ્વારા બાળકો માટે ભણતર બન્યું ગમ્મત ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬ને ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ' તરીકે જાહેર કરવામાં આવી છે.
લોધિકા તાલુકામાં શિક્ષણ અને પોષણના ધામનો દેખાવ બદલાઈ રહ્યો છે. રાજ્યમાં બનેલી તાજેતરની માળખાકીય દુર્ઘટનાઓ બાદ સતર્ક થયેલી સરકારે હવે નાના ભૂલકાઓના સુરક્ષિત ભવિષ્ય માટે આંગણવાડીઓના રિનોવેશન પર ભાર મૂકયો છે.
આંગણવાડીઓની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ૪૨ આંગણવાડીમા ICDS વિભાગના CDPO શોભનાબેન લાડાણી લોધિકા ઘટક તેમજ તેમજ મુખ્ય સેવિકા ના માર્ગદર્શન હેઠળ તાલુકાની કુલ ૩૮ આંગણવાડીઓમાં નવીનીકરણની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે પૈકી ૨૫ આંગણવાડી કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત માત્ર સમારકામ જ નહીં, પરંતુ બાળકોને આકર્ષક તેવું શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. દિવાલો પર આકર્ષક પેઇન્ટિંગ, ગણિતના અંકો, બારાખડી અને કુદરતી દ્રશ્યો ચીતરવામાં આવ્યા છે જેથી બાળકો રમત-ગમત સાથે પાયાનું શિક્ષણ મેળવી શકે. ગ્રાન્ટ સરકાર દ્વારા દરેક કેન્દ્ર બે તબક્કામાં ૮૫૦૦+૮૫૦૦=૧૭૦૦૦ રૂ. ફાળવવામાં આવ્યા છે. આંગણવાડીઓના રિનોવેશન પર ભાર મુકાયો છે. આ મર્યાદિત રકમની સાથે CSR ફંડ સમન્વય કરી આંગણવાડીઓને સુવિધા સભર આવી રહી છે. વધુ બનાવવામાં સુરક્ષા અને સ્વચ્છતાને પ્રાથમિકતા જુના અને જોખમી મકાનોનું લિસ્ટ બનાવી તેને રીપેરીંગમાં પ્રાથમિકતા અપાય છે. છત, તળિયા અને દીવાલોના મજબૂતીકરણ સાથે આસપાસની ગંદકી દૂર કરી સેનિટેશન પર પણ ધ્યાન અપાયું છે
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
