ગીર સોમનાથઃ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ'હેઠળ ૫૭૫ કેન્દ્રોનો કાયાકલ્પ, બાળકો માટે બન્યા ‘બાળમિત્ર' ધામ
જિલ્લાના આંગણવાડી કેન્દ્રો હવે આધુનિક સુવિધાઓ અને આકર્ષક ચિત્રકામ સાથે સજ્જઃ ભાવિ પેઢીના ઘડતર માટે રાજ્ય સરકારની પ્રશંસનીય પહેલ

કોડીનાર,તા. ૯: રાજ્યના આંગણવાડી કેન્દ્રોને વધુ સુદ્રઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી-૨૦૨૬માં શરૂ કરવામાં આવેલી ‘‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ'' ગીર સોમનાથ જિલ્લામાં આગળ વધી રહી છે. આ પહેલ અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓના કુલ ૫૭૫ આંગણવાડી કેન્દ્રોને નવો ઓપ આપીને સુસજ્જ કરવામાં આવ્યા છે.
આ ઝુંબેશ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં યુદ્ધના ધોરણે આંગણવાડીના ભવનોમાં નાનું-મોટું સિવિલ કામ, ફ્લોરિંગનું રિપેરિંગ અને બારી-દરવાજાની સુધારણા કરવામાં આવી છે., કેન્દ્રોને આકર્ષક બનાવવા માટે કલરકામની સાથે બાળકોને ગમે તેવું શૈક્ષણિક અને મનોરંજક ચિત્રકામ (Bala Painting) કરવામાં આવ્યું છે., કેન્દ્રોની અંદર અને આસપાસના પરિસરમાં સંપૂર્ણ સફાઈ કરી આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
આ નવીનીકરણને પરિણામે આંગણવાડીઓ હવે વધુ સ્વચ્છ અને ‘બાળમિત્ર' બની છે. જેનાથી જિલ્લાના હજારો ભૂલકાઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓને ભૌતિક સુવિધા સભર અને અનુકૂળ વાતાવરણ મળી રહેશે. રાજ્ય સરકારની આ પહેલથી ‘‘પોષણ ધામ'' ગણાતી આ આંગણવાડીઓ હવે માત્ર કેન્દ્રો ન રહેતા, ભાવિ પેઢીના માનસિક અને શારીરિક વિકાસ માટેનું મજબૂત કેન્દ્ર બનશે.
‘‘આ નવીનીકરણ ઝુંબેશથી ગીર સોમનાથ જિલ્લામાં બાળસેવા અને મહિલા કલ્યાણ ક્ષેત્રે નોંધપાત્ર સુધારો જોવા મળશે અને બાળકોના ઘડતર માટે એક મજબૂત આધાર તૈયાર થશે.''









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
