હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગર જી. ભાજપ ઉપપ્રમુખ પદે ડો. રાજેન્દ્રસિંહ જાડેજા
સેનેટ સભ્ય, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ પદે સતત જાગળત રહી સેવા આપી છે : ખેડૂતોના હમદર્દ તરીકે જાણીતા લડાયક નેતા પર અભિનંદન વર્ષે છે, અનરાધાર

રાજકોટ તા. વિધાર્થી સમયથી જ વિધાર્થીઓના હિત માટે સૌરાષ્ટ્ર યુનિ. ના સેનેટ સભ્ય તરીકે ૧૫ વર્ષ સુધી સૌરાટ્ર યુનિ.ના સેનેટ સભ્ય તરીકે લડત આપી નેતળત્વના કુશળ ગુણ સાથે લોક ઉપયોગી કાર્ય માટે સતત જાગળત એવા ધ્રોલ તાલુકા ભારતીય જનતા પક્ષના ઉપ પ્રમુખ ડો. રાજેન્દ્રસિંહ જાડેજા (રાજભા જાડેજા) ની જામનગર જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ તરીકે પસંદગી થતા જિલ્લા ભરમાં અને સૌરાષ્ટ્રભરમાં વિશાળ શુભેચ્છક વર્ગ ધરાવતા શુભેચ્છકો દ્વારા અભિનંદન વર્ષા અવિરત ચાલુ છે.
ખેડૂતોના હિત માટે હર હંમેશ જાગળત એવા રાજેન્દ્રસિંહ જાડેજાની પક્ષ અને લોકો પ્રત્યેની કામની નિષ્ઠા વિગેરે બાબતો કેન્દ્રમાં રાખી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ મહામંત્રી રત્નકારજી સાથે પરામર્શ કરી જામનગર જીલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ ડો.વિનોદભાઇ ભંડેરી દ્વારા તેમના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.
પ્રત્યેક સમાજ સાથે દૂધમાં સાકર માફક ભળી જનારા ડો.રાજેન્દ્રસિંહ ( રાજભા) જાડેજા ખેડૂતોના પ્રશ્નો ખૂબ જાગળત નેતા તરીકે જાણીતા છે. વ્યસનમુક્ત સમાજની તેમની ઝુંબેશને કારણે અનેક પરિવારમાં આજે ખુશાલી છે. ખેડૂતોને મગફળીના ટેકના ભાવ મળે તેવી કાળજી રાખતા આ જાગળત ખેડૂત નેતાએ ધ્રોલ તાલુકામાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો કરાવ્યા છે.મગફળી વેચાણ માટે આવતા ખેડૂતો માટે ભરપેટ ભોજનની વ્યવસ્થા કરી હતી સમાજના જરૂરિયાતમંદ લોકો માટે સંક્રાંત પર ફીરકી, ચીકી લાડુ વિતરણ, ખીખડદળ ગામને ગોકુળિયું બનાવનાર આ પ્રજાપ્રિય નેતાએ ખેડૂતના તમામ પ્રશ્ને જાગળત રહી લડત આપી છે . આ પસંદગીથી ખેડૂત સમાજ સાથે ક્ષત્રિય સમાજમાં પણ હરખની હેલી ચઢી છે., અત્રે એ યાદ રહે કે રાજકોટના ૧૫૦ ફીટ રીંગરોડ પર મઇેન રોડ પરના જાણીતા ધ વન વર્લ્ડ રેસીડેન્સીમાં તેમની તથા તેમની ટીમની જાગળતિથી રહેવાસીઓને ખૂબ સારી સુવિધાઓ પ્રાપ્ત થયેલ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
