<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

વંથલી પાસે બાઇક, મોપેડ વચ્‍ચે અકસ્‍માત, શિક્ષિકાને ઇજા

મહિલા શાળાએથી જૂનાગઢ આવતા હતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૦: શાળાએથી જૂનાગઢ આવતા શિક્ષિકાના મોપેડને વંથલી પાસે બાઈકને ટક્કર મારતાં સર્જાયેલા અકસ્‍માતમાં ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

અકસ્‍માતના બનાવની મળતી વિગતો અનુસાર જૂનાગઢના મધુરમ વિસ્‍તારમાં આવેલ સુદામા પાર્ક-૧માં રહેતા મૂળ માંગરોળ તાલુકાના આરેણા ગામના ૩૮ વર્ષીય શિક્ષિકા કુસુમબેન દીપકભાઈ રામ સોમવારે જીજે ૧૧ સીઇ ૭૬૨૫ નંબરની મોપેડ લઈને વંથલી પાસે થાણાપીપળી પ્રાથમિક શાળા પર નોકરીએ ગયા હતા અને નોકરી પૂરી કરી બપોરના ૧૨:૩૦ વાગ્‍યે જુનાગઢ તરફ આવતા હતા ત્‍યારે વંથલી નજીકના ઓજત પુલ પાસે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી જીજે ૨૩ એસ ૬૩૬૦ નંબરની ડબલ સવારી બાઈકના ચાલકે મોપેડને ટક્કર મારતાં મહિલા પડી ઇજાગ્રસ્‍ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

અકસ્‍માતના બનાવ અંગે વંથલી પોલીસે ફરિયાદ આધારે બાઈક ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

(1:17 PM IST)