News of Tuesday, 10th February 2026
કાલે ભવનાથ મંદિર પર પ્રથમવાર ૫૫ કિલોના ધ્વજદંડ પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મીની કુંભમેળાનો પ્રારંભ
ભવનાથ તળેટીમાં વિવિધ ધમધમાટ, મેળાને લઇ વહીવટી, મનપા, પોલીસ તંત્ર, વન વિભાગ સજ્જ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૦ :.. આવતીકાલે સવારે ભવનાથ મંદિર પર પ્રથમવાર ૫૫ કિલોના ધ્વજદંડ પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મીની કુંભમેળાનો પ્રારંભ થઈ રહ્યો હોય મેળાને લઇ વહીવટી, મનપા, પોલીસ તંત્ર, વન વિભાગ સજ્જ થઇ ગયા છે.
ભવનાથ તળેટીમાં આયોજિત મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે અને મેળાના પ્રારંભનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે
દર વર્ષની પરંપરા મુજબ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવનાથ મહાદેવને ધજા ચડાવવામાં આવશે. આ વર્ષે વિશેષ આકર્ષણ એ છે કે, મંદિરમાં નવનિર્મિત ૫૫ કિલોના ધ્વજદંડ પર પ્રથમ વખત ધ્વજારોહણ કરવામાં આવશે.
કલેકટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ આવતીકાલે સવારે ૭-૩૦ કલાકે ખાતેથી ભરડાવાવ ખાતેથી વાજતે-ગાજતે ધ્વજારોહણ પદયાત્રાનું પ્રસ્થાન થશે. આ યાત્રામાં સાંસદ, ધારાસભ્યો, મેયર, સાધુ-સંતો, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ભાવિકો જોડાશે. પદયાત્રા બાદ શાષાોક્ત વિધિ-વિધાન સાથે સવારે ૯ કલાકે ભવનાથ મહાદેવના મંદિરે ૫૫ કિલોના ધ્વજદંડ પર પ્રથમ વખત ધજા ચડાવી મેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે.
કલેકટર દ્વારા જૂનાગઢના તમામ નગરજનો અને શ્રદ્ધાળુઓને આ ધર્મમય રાજ્ય સરકારના માર્ગદર્શન યાત્રામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.
મેળામાં સુરક્ષા, ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. (પ-૧૧)
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
